આ થરા બસ સ્ટેશનના બોર્ડને આચાર સંહિતા નડી જાહેર ખબરના બેનરો ક્યાંથી આવ્યા

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 13:32:33
  • Views : 503
  • Modified Date : 2019-03-26 13:32:33

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરમાં રખડતા ઢોર,  ગાયો, આખલાના આંતક અને ટ્રાફિકનીં વિકટ સમસ્યા વચ્ચે થરા બસસ્ટેન્ડનું બોર્ડ અચાનક ગાયબ થતા તેમજ જાહેરાત કંપનીના અનેક બેનેરો ચોટતા થરા નગરજનો આશ્ચર્ય સાથે સાથે એકબીજાને પૂછતા હતા કે શું ?  "થરા બસસ્ટેન્ડ" દિશા સુચક બોર્ડને આચાર સંહિતા નડે ખરી ? શું ચૂંટણી પંચના દિશા સુચનથી આ બોર્ડ ઊતર્યું છે. ત્યારે તેના બદલે ચિત્રા એન્ડ કંપનીના બેનેરોને આચાર સંહિતા ના નડે ? આવી કેટલાક ગ્રામ્ય મુસાફરો ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા. એક કરોડના ખર્ચે એસ.ટી.નિગમે થરા બસસ્ટેન્ડ બનાવ્યું ત્યારથી સૌરાષ્ટ્રનીં તમામ બસ તથા ચાલીસ વર્ષ જૂની બસો બંધ કરી દેવામાં આવી આવી છે. ટોલનાકા દીઠ મુસાફરો પાસેથી ટિકિટ રૂપિયા પાંચ વસૂલ કરાય છે. અને દેશ રાજ્યમાં મેટ્રો બુલેટ ટ્રેનનીં વિકાસગતિ વચ્ચે થરા કાંકરેજ વિસ્તારમાંથી લોકોને મળતી સામાન્ય એસ.ટી.બસની સુવિધાઓ કેમ છીનવી લેવામાં આવી છે. લોક સભામા આચાર સંહિતા અમલી બન્યાથી રાજકીય બેનેરો પોસ્ટરો તંત્રએ હટાવ્યા પરંતુ થરા બસસ્ટેશનનું બોર્ડ કોને હટાવ્યુંને જાહેરાત  કંપનીના અચાનક પોસ્ટરો લાગ્યા તે વિષય દરરોજ બસ સ્ટેશનમાં ચર્ચાઓ થાય છે. શાળા કોલેજોની પરીક્ષા શરૂ થયેલ છે. ત્યારે કંટ્રોલ પોઇન્ટમાં એસ.ટી.પાસ સુવિધા પણ બંધ કરેલ છે. ઠેર ઠેર ગંદકી, રખડતી ગાયો, આખલાને ખાનગી વાહનોનીં ઝપટમાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાય છે.ત્યારે દિયોદર ડેપો મેનેજર તથા વિભાગીય અધિકારીઓ થરા બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલી જોવા પધારે તેવી પ્રજાની માંગ છે. થરા બસ સ્ટેન્ડનું બોર્ડ કોને ગાયબ કર્યું તે જાણવા માંગશે કે નહિ ?

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1999