About Us

તપનકુમાર પ્રવિણભાઈ જયસ્વાલ

બી.કે.ન્યૂઝ દૈનિકના માલિક અને તંત્રી
તપનભાઈનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે મહેસાણાના ખેરાલુમાં થયો હતો. તેમને પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં પુરું કર્યું હતું. ત્યાર બાદ ડીસા કોલેજમાં ગુજરાતી વિષય સાથે બીએ વર્ષ ૧૯૯૮ માં પુરું કર્યું. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિષય સાથે એમ.એ. વર્ષ ૨૦૦૦માં પુરું કર્યુંર્. સાથે સાથે ગાધીનગર ટાઈમ્સ અને ગુજરાતમાં ફ્રિલાન્સ પત્રકાર કરીકે શહેરી મેગેઝીનમાં નોકરી પણ કરી.

વર્ષ ૨૦૦૧ માં તેમણે ડીસા ખાતે બી.કે.ન્યૂઝ ચેનલ શરૂ કરી. પરંતુ થોડા સમય પછી તે છોડી તેઓ રખેવાળમાં નોકરી કરી. વર્ષ ૨૦૦૩ માં દિવ્યભાસ્કરના બ્યુરો ચીફ તરીકે નોકરી કરી અને ડીસા શહેરમાં દિવ્યભાસ્કરને ટોપ ઉપર લઈ ગયા. વર્ષ ૨૦૦૫ માં નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ ઉભા રહ્યા અને તેમના સમાજના ખાલી ૮ જ મત હોવા છતાં પણ નગરપાલિકાની ચૂંટણી જીતી ગયા અને કોર્પોરેટર તરીકે સેવા આપી.

તા. ૧૭-૮-૨૦૦૭ ના દિવસે બી.કે.ન્યૂઝ દૈનિકનો પહેલો અંક બહાર પાડયો. ત્યારે તેમની પાસે ખીસ્સામાં માત્ર ૩૦૦ રૂપિયા હતા. તેઓએ એક મિત્રનું  કોમ્પ્યુટર અને મિત્રની ઓફિસમાં અડધી જગ્યામાં ઓફિસ શરૂ કરી. ૨૦૦૭ થી ૨૦૧૭ સુધીની સફરમાં તેઓએ કેટલીય ચડતી પડતી દેખી. 

હવે બી.કે.ન્યૂઝ દૈનિકના વિકાસ માટે વર્ષ ૨૦૧૯ માં પોતાના વિકાસમાં એકદમ આગળ વધી  રહ્યું છે બી.કે ન્યુઝ દૈનિક પોતાની વેબ પોર્ટલ અને વેબ ચેનલ ચાલુ કરી છે તેમજ ટૂંક જ સમયમાં મહેસાણાથી બી.કે ન્યુઝ દૈનિક શરૂ કરશે. આથી બી.કે ન્યુઝ દૈનિક અને વેબ પોર્ટલ કે જેનું નામ બી.કે ન્યુઝ ટુડે છે તેનું નેટવર્ક સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે.આ ડેવલોપમેન્ટ માં બી.કે ન્યુઝ દૈનિકના તંત્રી તપનભાઈ જયસ્વાલન ના ખાસ શુભેચ્છક ભગવતી સાડી શોરૂમના માલિક અમરતભાઈ કચ્છવા અને હાલમાં યુ.કે.માં રહેતા સ્નેહલભાઈ ત્રિભોવનભાઈ મહેતાના સહયોગથી પ્રાપ્ત થયો છે. બી.કે.ન્યૂઝ એટલે બનાસવાસીઓ માટે Banaskantha  પરંતુ અમારા ધ્યેયમાં B.K.NEWS  એટલે  Broad Knowledge.