મારૂ ધારાસભ્ય પદ છીનવાશે તો કોંગ્રેસે તેના માઠા પરીણામ ભોગવવા પડશે અલ્પેશઠાકોર

  • Published By : bknews
  • Published Date : 2019-04-27 11:44:43
  • Views : 2155
  • Modified Date : 2019-04-27 11:44:43

રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેના ના યુવા નેતા
અલ્પેશ ઠાકોરે શુક્રવાર ના રોજ સંત શ્રી સદારામ બાપુ ના પાટણ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખબર અંતર પુછવા માટે આવ્યા હતા અને તેમની અંતર ખબર
પૂછી તેમના સ્વાસ્થ્ય માટેની કામના કરી હતી.
સંત શ્રી સદારામ બાપુ ના ખબર અંતર પૂછવા આવેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હોય જેના કારણે કોંગ્રેસ દ્વારા તેઓને
પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની સાથે સાથે ધારાસભ્ય પદેથી પણ દુર કરવા ચક્રોગતિમાન બન્યા હોવાની બાબતે મીડિયા દ્વારા
પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે લોકો એ મને જીતાડયો છે હું શું કામ મારું ધારાસભ્ય પદેથી  રા્જીનામુ આપું. મારૂ ધારાસભ્યપદ રદ્દ કરવા કોંગ્રેસ આટલી હદે જશે તે મે નહોતું વિચાર્યું. અલ્પેશ ઠાકોરે જણાવેલ કે આવનારા દિવસોમાં એક મોટું સંમેલન બોલાવી કોંગ્રેસ નાં અંદરો અંદર ના સેટીગોનો પર્દાફાસ કરીશ જેથી  તે પછીના પરિણામ ભોગવવા કોંગ્રેસ પાર્ટી એ ત્યારી રાખવી પડશે તેમ કહી પોતાનો આક્રોસ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2059