ધાનેરા માલોત્રા વચ્ચે અકસ્માતમાં ૫ લોકો ધવાયા

  • Published By : bknews
  • Published Date : 2019-04-27 11:09:50
  • Views : 712
  • Modified Date : 2019-04-27 11:09:50

ધાનેરા તાલુકાના માલોત્રા ગામ પાસે પેસેન્જર જીપ ઉભી રહેતા પાછળ આવતી જીપે
પાછળથી અથડાવતાં પેસેન્જર જીપમાં બેઠેલા ૭ જેટલા લોકોને ઇજાઓ થવા પામી હતી. જેમાં ૫ લોકોને સારવાર અર્થે ધાનેરાની સરકાર હોસ્પિટલમાં લવાયા હતા અને વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા.
હાલમાં લગ્નની મોસમ જામી છે ત્યારે લોકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગમભાગ કરતાં હોય છે. જેમાં શુક્રવારના રોજ બપોરના મગફળીની ખરીદીમાં ખેડૂતોને ટોક્ન આપવા માટે સરકારી બાબુઓ અને વચેટીયાઓની મિલીભગતથી કેટલાંય રૂપિયા રળી લીધા હતા અને આ ફરી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માટેની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકામાં ૧ એપ્રિલથી આજ સુધીમાં ૧૨ હજાર કરતાં પણ વધારે ફોર્મ આવ્યા છે પરંતુ આ ફોર્મ લઇને ઠગલા કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાંક દલાલો મારફતે આપેલા ફોર્મના પુષ્પમ પત્રમના જોરે રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યા છે, જેને લઇને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ખેડૂતોને ફોર્મ બારોબાર રજીસ્ટ્રેશન કરાવવા માટે હાલથી દલાલો પણ સક્રીય જોવા મળ્યા હતા. આ ભ્રષ્ટ્રાચારમાં પાલનપુરથી આવતા અધિકારીઓની મિલીભગતથી આ કામો થતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. હાલ સુધીમાં ૧૨૦૦૦ આવેલ ફોર્મની સામે માત્રને માત્ર ૪૦૦૦ ફોર્મનુંજ રજીસ્ટ્રેશન થવા પામ્યુ છે અને તેની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ હોવાથી ખેડૂતો અને ખેડૂત પ્રતિનિધિઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. તેમજ આ તમામ ફોર્મ તાત્કાલિક રજીસ્ટ્રેશન થાય તેમજ ભ્રષ્ટ્રાચાર કરતા અધિકારી કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ધાનેરા મામલતદારને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1529