લોકસભા ચૂંટણી LIVE: પહેલા કલાકમાં 5% મતદાન, અનેક

  • Published By : bknews
  • Published Date : 2019-04-23 08:54:54
  • Views : 647
  • Modified Date : 2019-04-23 08:56:36

અમદાવાદઃ આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, સમગ્ર દેશની 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતની 26 બેઠકો પણ દાંવમાં છે. દેશ અને રાજ્યમાં પુરજોશ સાથે મતદારો મતદાન કરવા વહેલી સવારથી લાઇનમાં ઉભા રહ્યાં છે. રાજકીય પક્ષોના નેતાઓ અને મંત્રીઓ પરિવાર સહિત મતદાન મથક સુધી પહોંચ્યા છે.
- પહેલા કલાકનું મતદાન પૂર્ણ, એક કલાકમાં સરેરાશ 5 થી 7 ટકા મતદાન નોંધાયુ
- રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મતદાન કર્યુ, કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગીને  આશિર્વાદ લીધાપીએમ મોદીએ હિરાબાના ઘરની બહાર લોકો સાથે મુલાકાત કરી
- માતા હિરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ચૂંદડી અને શ્રીફળ આપ્યુ, માતાએ સામે આશિર્વાદ અને 501 રૂપિયા આપ્યા, મતદાન માટે રાણીપ જવા રવાના મતદાન પહેલાં મુખ્યમંત્રી રૂપાણી દેવ દર્શને પહોંચ્યા, તમામ 26 બેઠકો જીતવાનો કર્યો દાવો, સવાર સવારમાં જ ઇવીએમ ખોટકાતા મતદારો પરેશાન
- બોટાદ, મહેસાણા, સાવરકુંડલામાં અનેક જગ્યાએ  EVM મશીનો ખોટકાયા, મતદારો પરેશાન
- સુરતમાં EVM ખોટકાતા ધારાસભ્યા ઝંખના પટેલને જોવી પડી રાહ. ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં પણ એક સ્કૂલમાં EVM ખોટકાયુ
- નવસારીના વિજલપોરમાં EVM ખોટકાયુ, સાબરકાંઠાના તલોદમાં અને ગીર સોમનાથના વાવડી ગામે પણ EVM ખોટકાયુ
- પીએમ નરેન્દ્ર મોદી રાજભવનથી માતા હિરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા, માતાના આશિર્વાદ લીધાવડોદરા જિલ્લા અને શહેરમાં મતદાન કરવા મતદારોની લાંબી લાઇનો લાગી
- બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન
- ગુજરાત રાજ્યના મંત્રી જવાહર ચાવડાએ મતદાન કર્યુ- પરિવાર સાથે પોરબંદર લોકસભા બેઠક માટે મતદાન કર્યુ
સમગ્ર દેશભરમાંથી આજે 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની 26 બેઠકો પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, દેશની બે મોટી રાજકીય પાર્ટીઓના અધ્યક્ષનું ભાવિ મતદાન પેટીમાં સામેલ થશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ભાવિ મતદાન પેટીમાં સીલ થશે.
ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં આમાની 116 બેઠકો બીજેપી અને તેના સહયોગી દળોએ 66 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ 27 બેઠકો પર ખાતુ ખોલાવ્યુ હતું. બાકીની બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ કબજો જમાવ્યો હતો.
આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, જેમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, શશિ થરૂર, કે રાજેશેખરન, મુલાયમ સિંહ યાદવ, આઝમ ખાન, જયા પ્રદા, શ્રીપાદ યેસો નાઇક, પપ્પુ યાદવ, રંજીત રંજન સરફરાજ આલમ જેવા દિગ્ગજોનું કિસ્મત ઇવીએમમાં કેદ થશે.ગુજરાતના 4.51 કરોડ મતદારો, 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર મતદાન
આજે 23 એપ્રિલના રોજ ગુજરાતની લોકસભાની 26 બેઠકોના 371 ઉમેદવારોનું ભાવિ 4.51 કરોડ મતદાન નક્કી કરશે. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન મથકો પર પેરામિલ્ટ્રી ફોર્સથી માંડીને CRPF અને SRPને તેનાત રખાશે. રાજ્યના કુલ 51 હજાર 851 મતદાન મથકો પર આવતી કાલે મતદાન થશે. જે માટે શહેરી વિસ્તારમાં 17 હજાર 430 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 34 હજાર 421 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 4,51,52,373 મતદારોમાં 2,34,28,119 પુરુષ મતદારો, 2,16,96,571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26,693, 1,68,054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત 17,430 મતદાન મથકો શહેરી અને 34,421 ગ્રામ્ય સહિત કુલ 51,851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 2,33,775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીના કારણે મતદાન બપોરના 1થી 5 સુધી ઘટવાની શક્યતાઓ છે. જેની સામે સવારથી મતદારોની લાંબી લાઈનો લાગશે. ગુજરાતમાં આવતીકાલે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઓછા મતદાનનો ભય છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1362

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1416