વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : bknews
  • Published Date : 2019-04-03 13:30:08
  • Views : 2323
  • Modified Date : 2019-04-03 13:30:08

ગતરોજ ડીસા તાલુકાના વડાવળમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો. સાથે શાળામાંથી નિવૃત્ત અને બદલી થયેલ ત્રણ શિક્ષકોનો પણ સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો
વડાવળ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રભાતસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિદાય સમારંભમાં શાળા પરિવાર નો તમામ સ્ટાફ દ્વારા હાજર રહી  વિદાય લઈ રહેલા બાળકોને શુભેચ્છા પાઠવી માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકોએ બાળકોને પ્રેરક ઉદબોધન આપ્યુ હતું ત્યારે ધોરણ ૮ માંથી વિદાય લઈ રહેલા બાળકોએ પણ
પોતાના પ્રતિભાવો સાથે  વિદાય ગીત રજૂ કર્યુ હતું અને ધોરણ ૮ ના બાળકોએ શાળાનું ઋણ અદા કરતા  કાયમી સંભારણું બની રહે તેવી સુંદર મજાની ગીફ્ટ
આપી હતી. ત્યારે શાળા
પરિવાર દ્વારા તમામ બાળકોને બટાકા પૌવાનો નાસ્તો
અપાયો હતો. આ ઉપરાંત શાળામાંથી નિવૃત્ત થતા ડાહ્યાભાઈ વાઘેલા તથા શાળામાંથી બદલી થયેલ અનિલભાઈ તૂરી અને
પરીતાબેન સોલંકીનું પણ શાળા વતી સન્માન કરી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવારના તમામ સ્ટાફ પણ મધ્યાહન ભોજનના સંચાલક સહિત ગામના યુવા
પત્રકાર નરસિંહ દેસાઈ હાજર રહી બાળકોને પ્રોત્સાહન  પુરૂ
પાડ્‌યું હતું. અંતમાં બાળકોના ફોટો સેશન બાદ કાર્યક્રમની
પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1752