કાયમ માટે છૂટકારો મેળવો ચહેરા પરના મસાથી, આ છે બેસ્ટમાં બેસ્ટ ઉપાય
- Published By : bknews
- Published Date : 2019-03-13 12:59:11
- Views : 1566
- Modified Date : 2019-03-13 12:59:11

ઘણા લોકોને તેમના ચહેરા પરના તલ ગમતા હોય છે તો ઘણાને તેમના ચહેરાની સુંદરતામાં નડતા હોય છે. જો કે ચહેરા પર કેટલીક જગ્યાએ તલ તેની બ્યૂટી કહેવાય છે તો ચહેરાના કેટલાંક ભાગ પર તે પસંદ પડતા નથી. પરંતુ ઘણી વખત કેટલાંક લોકો આ તલને દૂર કરવા માટે મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ખાસ કરીને આ ટ્રીટમેન્ટથી કોઇ ફરક નથી પડતો પરંતુ તેનાથી કેટલીક આડ અસર થવા લાગે છે. તો ચાલો જાણીએ ના ગમતા તલ ચહેરા પરથી દૂર કરવા શું કરવું જોઈએ.
લસણની પેસ્ટ
લસણને સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. જેથી તમે લસણની પેસ્ટ તૈયાર કરો. તેને રૂની મદદથી તલ પર લગાવીને આખી રાત માટે છોડી દો. સવારે તેને સારી રીતે સાફ કરો.
સફરજનની છાલ
રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો અને પછી સફરજનની છાલથી ચહેરા પર મસાજ કરો. ત્યારબાદ તેને આખી રાત ચહેરા પર લગાવીને રાખો અને સવારે ઉઠીને મોઢું ધોઇ નાંખો, થોડાક દિવસ દરરોજ આમ કરવાથી તલ આછા થઇને દૂર થઇ જશે.
કેળાની છાલ
કેળાની છાલ લો અને અને તેની અંદરનો ભાગ તલ પર રાખીને ઉપરથી કોઇ ચોખ્ખા કપડાંથી બાંધી દો. આખી રાત તેને એમ જ રહેવા દો. તેનાથી તલ ઝડપથી સાફ થઇ જશે.
પાઇનેપલ
પાઇનેપલ ખાટું હોવાને કારણે એસિડીક હોય છે. તેના આ ગુણના કારણે તમારા તલ હટાવવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. આખા ચહેરા પર તલ ફેલાયેલા હોય તો પાઇનેપલનો જ્યુસ દિવસમાં ૨-૩ વખત રોજ ચહેરા પર લગાવો. જો તમે ઇચ્છો તો તેને રાતે લગાવો અને ધોયા વગર જ સૂઇ જાવ.
Related News
કંગનાને યોદ્ધા બનવાનો...
- by bknews
- March 15, 2019, 12:07 pm
- 1560
કાયમ માટે છૂટકારો મેળવો ચહેરા પરના મસાથી, આ છે બેસ્ટમાં બેસ્ટ...
- by bknews
- March 13, 2019, 12:59 pm
- 1566
મહાશિવરાત્રિ સ્નાન સાથે આજે કુંભની પૂર્ણાહૂતિ : ભારે...
- by bknews
- March 5, 2019, 9:46 am
- 1707