ધાનેરામાં રાયડા ખરીદીમાં થતા ભ્રષ્ટ્રાચાર બાબતે કિસાન સંઘનું આવેદનપત્ર

  • Published By : bknews
  • Published Date : 2019-04-27 11:16:13
  • Views : 1573
  • Modified Date : 2019-04-27 11:35:50

ધાનેરા તાલુકામાં ૧ એપ્રિલથી રાયડાની ખરીદી માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવતાં આજ સુધીમાં ૧૨ હજાર જેટલા ખેડૂતોના ફોર્મ જમા થવા પામ્યા છે. પરંતુ તેની સામે માત્રને માત્ર ૪૦૦૦ ખેડૂતોના ઓનલાઇન રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. ત્યારે બીજી તરફ જે આ રજીસ્ટ્રેશન થયા છે તેમાં મોટા ભાગના બારોબાર રજીસ્ટ્રેશન થયા હોવાના કિસ્સાઓ હાલથી બહાર આવી રહ્યા છે. જેથી આ બારોબાર ભ્રષ્ટ્રાચાર કરતા અધિકારીઓ કર્મચારીઓ સામે પગલાં ભરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ટેકાના ભાવે  મગફળીની ખરીદીમાં ખેડૂતોને ટોક્ન આપવા માટે સરકારી બાબુઓ અને વચેટીયાઓની મિલીભગતથી કેટલાંય રૂપિયા રળી લીધા હતા અને આ ફરી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માટેની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકામાં ૧ એપ્રિલથી આજ સુધીમાં ૧૨ હજાર કરતાં પણ વધારે ફોર્મ આવ્યા છે પરંતુ આ ફોર્મ લઇને ઠગલા કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાંક દલાલો મારફતે આપેલા ફોર્મના પુષ્પમ પત્રમના જોરે રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યા છે, જેને લઇને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ખેડૂતોને ફોર્મ બારોબાર રજીસ્ટ્રેશન કરાવવા માટે હાલથી દલાલો પણ સક્રીય જોવા મળ્યા હતા. આ ભ્રષ્ટ્રાચારમાં પાલનપુરથી આવતા અધિકારીઓની મિલીભગતથી આ કામો થતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. હાલ સુધીમાં ૧૨૦૦૦ આવેલ ફોર્મની સામે માત્રને માત્ર ૪૦૦૦ ફોર્મનુંજ રજીસ્ટ્રેશન થવા પામ્યુ છે અને તેની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ હોવાથી ખેડૂતો અને ખેડૂત પ્રતિનિધિઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. તેમજ આ તમામ ફોર્મ તાત્કાલિક રજીસ્ટ્રેશન થાય તેમજ ભ્રષ્ટ્રાચાર કરતા અધિકારી કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ધાનેરા મામલતદારને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1752