બ.કાં.માં કોંગ્રેસે અંતે પરથી ભટોળ ઉપર મહોર લગાડી

  • Published By : bknews
  • Published Date : 2019-04-03 12:44:55
  • Views : 658
  • Modified Date : 2019-04-03 12:44:55

લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષો દિલ્હી જવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા પ્રચારનો ધમ ધમાટ ચાલુ થઇ ગયો છે પોતાની વોટ બેંક મજબૂત કરવા બંને
પાર્ટી સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. દરેક સીટ ઉપર જાતિવાદનું
રાજકારણ દેખવામાં આવે છે.
પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા
કેમ્પેઇન પણ ચાલુ થઈ ગયું છે. હું પણ ચોકીદાર થી લઇ ચોકીદાર ચોર છે સુધીના નારા દેશમાં ગણગણાટ કરતા જોવા મળી રહ્યા છે. વર્તમાન સરકાર પોતાનો પાંચ વર્ષનો હિસાબ આપી રહી છે અને વિપક્ષ પાંચ વર્ષની ક્ષતિઓ કાઢી રહી છે. ત્યારે ગતરોજ મોડી સાંજે કોંગ્રેસે બનાસકાંઠા સીટ ઉપરથી ભરથી ભટોળને ટિકીટ આપી હતી.
 ગુજરાતની વાત કરવામાં આવે તો ગત લોકસભામાં ૨૬માંથી ૨૬ સીટો મળી હતી જ્યારે આ વખતે ૨૦૧૯ ના ચૂંટણીના જંગમાં ક્યાંક
બીજેપીની સીટો કપાઈ રહી હોય તેઓ ગણગણાટ  લોક ચર્ચાય છે પાર્ટીના ગુજરાતમાંથી થઈ રહેલ નુકસાનને પહોંચી વળવા ક્યાંકને ક્યાંક અમિત શાહને ગુજરાતમાં ઉતાર્યા હોવાનું પણ લોક ચર્ચાય જોવા મળી રહ્યું છે. બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યા બાદ પણ  કોંગ્રેસ દ્વારા કોઈપણ જાતની રણનીતિ  જોવા મળી ન હતી. પરંતુ મંગળવારે મોડી સાંજે પરથી ભટોળનું નામ જાહેર થતાં અનેક ચર્ચાઓનો અંત આવ્યો હતો. ગુજરાતની વાત કરવામાં આવે તો  ભાજપે તેના મોટાભાગના ઉમેદવારો ઉપર મહોર મૂકી દીધી છે અને પ્રચારનો ધમ ધમાટ પણ ચાલુ થઇ ગયો છે ત્યારે હાલમાં કોંગ્રેસમાં પ્રચાર કરવાની જગ્યાએ કાર્યકર્તાઓ એકબીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે. ટિકિટના હોડમાં આંતરિક વાખ- વિવાદ પાર્ટીને ક્યાંક મોટું નુકસાન ન કરે તે પણ જોવાનું રહ્યું.    
બનાસકાંઠાનો ઇતિહાસ જોવામાં આવે તો છેલ્લા બે ટર્મથી હરિભાઈ ચૌધરી જીતતા આવ્યા છે તેના પહેલા ૨૦૦૯માં મુકેશ ગઢવી જયારે ૨૦૦૪માં હરિસિંહ ચાવડા લોકસભાની બાજી મારી હતી. જ્યારે ૧૯૯૮માં હરિભાઇ ચૌધરીએ ભાજપને ભવ્ય સફળતા અપાવીને એક કમળ દિલ્હી મોકલ્યું હતું આમ છેલ્લા ૨૫ વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો ભાજપનું પત્તુ બનાસકાંઠા લોકસભા ઉપર ભારે જોવા મળી રહ્યું છે વાત કરીશું કોંગ્રેસની જેને સ્વ બી.કે ગઢવી પછી કોંગ્રેસના કોઈ એવા સક્ષમ ઉમેદવાર મળ્યા નથી જે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપીને ભવ્ય વિજય મેળવી શકે. સ્વ બીકે ગઢવી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તો હતા જ ઉપરાંત કોંગ્રેસની સરકાર દરમિયાન કેન્દ્રમાં નાણા ખાતું પણ મેળવ્યું હતું. બી.કે ગઢવીને ગયા પછી  કોંગ્રેસ  તેમની  ધરોહર  સંભાળવામાં  તદ્દન નિષ્ફળ નિવડયું છે. હાલ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં  ઉમેદવારોની  અભાવ જોવા મળી રહ્યો છે.  
બનાસકાંઠામાં કોંગ્રેસમાંથી રોજ એક નવું નામ ચર્ચામાં આવતું હતુંં. પોતાના જ કાર્યકર્તાઓને વિશ્વાસ નથી કે તેમને ટિકિટ મળશે કે નહીં કયા ફેક્ટર ઉપર કોંગ્રેસ તેનો ઉમેદવાર પસંદ કરશે તે પણ કાર્યકર્તાઓને ખબર ન હતી.  કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારને લઈને અવઢવમાં જોવા મળી રહી હતી ત્યારે ગતરોજ મોડી સાંજે પરથી ભટોળ ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો. અને અનેક ઉમેદવારોમાં નામની ચર્ચાઓનો અંત આવ્યો હતો.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1529