કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી હશે ઃ વિજય રૂપાણી

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:15:11
  • Views : 533
  • Modified Date : 2019-04-02 17:15:11

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ કચ્છ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર વિનોદ ચાવડાના નામાંકન માટે ભુજ ખાતે યોજાયેલ ભવ્ય રેલીમાં
ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શોમાં ભાજપા જીલ્લા અધ્યક્ષ કેશુભાઇ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહજી તથા માલતીબેન ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્થાધનિક જનતા અને ભાજપના કાર્યકરો સમર્થકો, વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, આવનારી લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ વિરૂધ્ધ આતંકવાદ, ઈમાનદાર વિરુદ્ધ બેઇમાન તેમજ કામદાર વિરૂધ્ધ નામદારની ચૂંટણી છે. એક તરફ ચોકીદાર છે જ્યારે, બીજી તરફ ચોરોની જમાત છે. પરંતુ દેશની જનતા પ્રધાનસેવક નરેન્દ્ર મોદીને ફરી એક વખત દેશનું સુકાન સંભાળવાની જવાબદારી આપવાનું મન બનાવી ચૂકી છે. રૂપાણીએ જણાવ્યું હતુ કે, લોકોમાં આશા-
અપેક્ષાના સપના જાગ્યા છે અને જનજનમાંથી એકજ અવાજ આવી રહ્યો છે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. અગાઉની યુપીએની સરકાર રીમોટથી ચાલતી હતી. દેશ દિશાવિહીન હતો. યુપીએની સરકારમાં દેશ ચારેબાજુથી લુંટાઇ રહ્યો હતો. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનમાં દેશમાં ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થાથી લોકોમાં ઉત્સાહ અને આનંદ પ્રવર્તી રહ્યો છે.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1473