માલગઢમાં માળી સમાજનો ૨૦ મો સમૂહલગ્નોત્સવ યોજાયો

  • Published By : bknews
  • Published Date : 2019-04-27 11:52:56
  • Views : 2539
  • Modified Date : 2019-04-27 11:52:56

બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજનો ૨૦ મો સમૂહલગ્નોત્સવ માલગઢ ગામે યોજાયો હતો. આ સમૂહલગ્ન સમારોહમાં ૪૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. હજારોની સંખ્યામાં હાજર માળી સમાજના લોકોની ઉપસ્થિતિમાં સમૂહલગ્ન બાદ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જી.જી. વિદ્યાસંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા દીકરી ઘરના દિવા વિશે સુંદર નૃત્ય અને નાની બાળકીઓ દ્વારા દીકરી, દીકરો એકસમાન વિશે સંબોધન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં સમૂહલગ્ન સમિતિ દ્વારા મુખ્ય મહેમાનોનું સન્માન કરાયું હતું. જેમાં કથાકાર છોગારામ બાપુ, પૂર્વ
પાલિકા પ્રમુખ પ્રવિણભાઈ માળી, નાયબ કલેક્ટર
દલપતભાઈ ટાંક, ડેલીગેટ નરેશભાઈ ટાંક, નરેશભાઈ સોલંકી, માલગઢના સરપંચ શ્રવણભાઈ માળી સહિત સમાજના આગેવાનો અને દાતાઓનું સન્માન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોમાલાલ કચ્છવા, નેમાજી માળી, અશોકભાઈ માળી (ગણપતિ), ગણપતલાલ મુરલીધર, ગણપતભાઈ ભાટી, પ્રકાશભાઈ માળી (ભજનીક), મોતીલાલ આશાપુરા, સુરેશભાઈ કચ્છવા, શાંતિભાઈ માળી સહિત માળી સમાજ સમૂહલગ્ન મહોત્સવ સમિતિએ જહેમત ઉઠાવી હતી.
સમૂહલગ્ન બાદ આવતાં વર્ષ માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાં સમાજના આગેવાનો અને દાનવીરોએ ઉદાર હાથે બોલી લગાવી હતી.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2039