રાયબરેલીથી સોનિયા ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, કહ્યું અજય નથી મોદી, તેઓ 2004ના પરિણામો યાદ રાખે

  • Published By :
  • Published Date : 2019-04-11 17:28:13
  • Views : 1184
  • Modified Date : 2019-04-11 17:28:13


રાયબરેલી: સોનિયા ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમણે મોદી સરકારને ચેતવણી આપી કે, તેઓ અજય નથી, 2004માં વાજપેઇ સરકારના પરિણામો યાદ રાખે. આ પહેલાં સોનિયાએ પૂજા અને હવન પણ કર્યા હતા, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ સમયે ઉપસ્થિત રહ્યાં હતા. સોનિયા આ સીટ પરથી 2004થી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ વખતે તેમની ટક્કર એક સમયે કોંગ્રેસમાં રહેલા દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે. દિનેશસિંહને ભાજપે ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે આ સીટ પરથી સપા-બસપા ગઠબંધન દ્વારા કોઈ ઉમેદવાર ઉતારવામાં આવ્યાં નથી.

સપા-બસપા ગઠબંધને અહીં કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી

રાયબરેલી સીટ પર સપા-બસપા ગઠબંધન દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યાં નથી. આ સીટ પર પાંચમા તબક્કે 6મે ના રોજ મતદાન થવાનું છે. સોનિયા ગાંધીએ વર્ષ 2004, 2006ની પેટા ચૂંટણી, 2009 અને 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. વર્ષ 1957 પછી કોંગ્રેસે આ સીટ પરથી પેટા ચૂંટણી સહીત 19 વાર જીત મેળવી છે.

આ સીટ પરથી ત્રણ વાર હાર્યા ગાંધી પરિવારના ઉમેદવાર 

કોંગ્રેસને 1977, 1996 અને 1998માં હારનો સામનો કરવો પડ્યો હતો, ઈમરજન્સી પછી 1977માં ભારતીય લોક દળના નેતા રાજ નારાયણે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને હરાવ્યાં હતા. જ્યારે 1996 અને 1998માં ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહે આ સીટ પર જીત મેળવી હતી. અહીંથી ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ, શીલા કૌલ અને સતીશ શર્મા ચૂંટણી લડી ચૂક્યા છે.


Download Our B K News Today App


Related News