પાલનપુરના જીવલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી આકેસણ શાળા અને ચિલ્ડ્રન હોમના બાળકોએ માણ્યો હોટલના ભોજનનો સ્વાદ

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:33:58
  • Views : 574
  • Modified Date : 2019-04-02 17:33:58

પાલનપુરના જીવલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી
આકેસણ શાળા અને ચિલ્ડ્રન હોમના બાળકોએ માણ્યો હોટલના ભોજનનો સ્વાદ

પાલનપુર શહેરમાં ૨૦૧૧ થી કાર્યરત જીવલક્ષ્મી
ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે અને તેના પ્રમુખ કિન્નરીબેન નિતીનભાઈ પટેલ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને અભ્યાસને લગતી અને જીવન જરૂરીયાતને લગતી સુવિધાઓ પુરી પાડે છે. જેવી કે સ્ટેશનરી કીટનુ વિતરણ, સ્કૂલબેગ, યુનિફોર્મ, સ્વેટર, છત્રી, વિનામૂલ્યે હેલ્થકેમ્પ અને દવા વિતરણ તથા તિથીભોજન વ્યવસ્થા કરવામાં આવે છે અને શાળાઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા સંસ્થા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. સમાજમાં દીકરીઓ વધુ શિક્ષણ મેળવે અને આગળ ભણે તેવા આશયથી વાલીઓ સાથે ઇન્ટરેકશન કરવામાં આવે છે.
ગત શનિવારે સંસ્થા દ્વારા આકેસણ પેટા શાળા અને ચિલ્ડ્રન હોમ પાલનપુરના ૫૦ જેટલા બાળકોને પાલનપુર ખાતે આવેલી વે વેઈટ રેસ્ટોરન્ટમાં લઈ જઈ પંજાબી ભોજન નો સ્વાદ માણ્યો હતો અને તેમાથી ઘણાં બધા બાળકોએે પ્રથમ વાર હોટલમાં ભોજનનો આનંદ માણ્યો હતો. આમ સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે અને બાળકોને ભોજનનો આનંદ કરાવતાં ઉપસ્થિત લોકોએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580