ડીસા ગાયત્રી મંદિર પાસે મીનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:00:37
  • Views : 597
  • Modified Date : 2019-04-02 17:00:37

ડીસા શહેરમાં આવેલ વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો સમયાંતરે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહે છે. તેવી જ સેવાભાવી સંસ્થા પીપલ અવેરનેસ ફાઉન્ડેશન ડીસા તથા મન માનસિક રોગોની હોસ્પિટલ ડીસાના સહયોગથી ગાયત્રી મંદિર પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મીનરલ ઠંડા પાણીની (નિઃશુલ્ક) પરબ ખુલ્લી મૂકવામાં આવી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી છે. તો રાહદારીઓને આ સેવાકીય કાર્યનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ સેવાકીય કાર્યમાં પીપલ અવેરનેસ ફાઉન્ડેશનના રાજુભાઇ ત્રિવેદી, ડો. જગદીશભાઈ ઠક્કર,  મહેશભાઈ બાડમેરા (મન માનસિક રોગ હોસ્પિટલ ડીસા), હિતેશભાઈ અવસ્થી, ડા.કેશરદાન ગઢવી, ભારત વિકાસ પરિષદ ડીસા શાખાના મંત્રી  જયેશભાઈ દેસાઈ  સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ
ઉપસ્થિત રહી સુંદર આયોજન કર્યુ છે.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580