જમુઈમાં બોલ્યા મોદી, વિપક્ષ જણાવે કે તેમને ભારતના સપૂતો પર વિશ્વાસ છે કે પાકિસ્તાનના કપૂતો પર

  • Published By :
  • Published Date : 2019-04-02 17:53:48
  • Views : 592
  • Modified Date : 2019-04-02 17:53:48

વડાપ્રધાન મોદીએ ઓરિસ્સાના કાલાહાંડી અને બિહારના જમુઈમાં ચૂંટણી જનસભાઓને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કોંગ્રેસ અને રાજ્યમાં સત્તાધારી પક્ષ બીજેડી પર નિશાન સાધતા કહ્યું કે, આ બન્ને જેવા રાજકીય દળો ગરીબોને હંમેશા ગરીબ જ રાખવામાં માની રહ્યા છે. મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, તેમને ભારતના સપૂતો પર વિશ્વાસ છે કે પાકિસ્તાનના કપૂતો પર વિશ્વાસ છે.

પાકિસ્તાનના પક્ષોને સજા આપીશું- મોદી

પીએમ મોદીએ વિપક્ષી દળોને સવાલ કર્યો કે, તમને ભારતના સપૂતો પર વિશ્વાસ છે કે પાકિસ્તાનના કપૂતો પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, આજે આખી દુનિયા ભારતના પડખે ઉભી છે, પરંતુ મહામિલાવટી પક્ષ સાચ્ચે જ પાકિસ્તાન જેવી જ વાતો કરે છે. આ લોકો ભારતના ઓછા પાકિસ્તાનના પ્રવક્તાઓ જેવા જ લાગી રહ્યા છે. પીએમ મોદીએ પુછ્યું કે જમુઈને હિન્દુસ્તાનના હીરો જોઈએ કે પછી પાકિસ્તાનના પક્ષકારો જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પક્ષકારોને અહીંની જનતા જવાબ આપશે.

જમુઈમાં પીએમ મોદીની રેલી 

બિહારનાં જમુઈમાં રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યું તે, ભારતના ઈતિહાસમાં પહેલી વખત પાકિસ્તાનના ઘરમાં ધુસી આતંકીઓનો ખાત્મો કરવાનું કામ આપણી સરકારમાં થયું છે. આજે આખી દુનિયા આતંકવાદની કાર્યવાહી અંગે આપણી ચર્ચા કરી રહ્યા છે. પરંતુ મહામિલાવટી પક્ષો આ અંગેના સબૂતો માગી રહ્યા છે. શું વિરોધીઓની આવી ભાષાથી તમે સહમત છો. શું દેશની સેના પર તમને વિશ્વાસ છે.

આતંક સામે કડક નીતિઃ મોદી 

આતંકવાદ હોય અથવા નકસલવાદ, ભારતને જેને આંખો બતાવી છે અથવા તો જે બતાવશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારમાં પહેલાની સરખામણીમાં વધુ સંખ્યામાં નક્સલી વિચારધારાવાળા યુવાનો મુખ્યધારામાં આવવા માટે સમર્પણ કરી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો જેવા જ સત્તામાં આવે છે તેવા જ સીધી ચાલી રહેલી ગાડીને વધુ પાછળ ધકેલી દે છે.

Download Our B K News Today App


Related News