પાલનપુરના ધારાસભ્ય ઉમેદવારી પત્ર લઇ જતાં તર્ક- વિર્તક

  • Published By : bknews
  • Published Date : 2019-04-03 13:03:45
  • Views : 607
  • Modified Date : 2019-04-03 13:03:45

બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં ન આવતાં પાર્ટી કોને ટિકિટ
આપશે તેને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી રહી  હતી. બીજી તરફ ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ નજીક આવી રહી છે. ત્યારે મંગળવારે પાલનપુર ધારાસભ્ય તેમજ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ઉમેદવારી ફોર્મ લઇ જતાં અનેક તર્ક- વિર્તકો વહેતા થયા છે.
બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને લઇ કોકડું ગુંચવાયેલું છે. ભાજપના ઉમેદવાર સામે ટક્કર આપી શકે તેવા ઉમેદવારની શોધ ચાલુ છે. જ્યાં બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે, પરથીભાઇ ભટોળનો કોંગ્રેસમાં ભારે વિરોધ હોવાથી કોને ટિકીટ આપવી તેને લઇ મોવડીમંડળ અવઢવમાં મુકાઇ ગયું હતું. પરંતુ મોડી સાંજે સંભવિત ઉમેદવાર તરીકે સંભળાતું હતું ત્યારે આવી સ્થિતિમાં પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ તેમજ પાલનપુર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અમૃતભાઇ જોષી (દાઢી) મંગળવારે ફોર્મ લઇ જતાં અનેક તર્ક- વિર્તકો સર્જાવા પામ્યા છે.
 

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1473