કંગનાને યોદ્ધા બનવાનો ચસ્કો

  • Published By : bknews
  • Published Date : 2019-03-15 12:07:31
  • Views : 2034
  • Modified Date : 2019-03-15 12:07:31

કંગના રણોટની ઐતિહાસિક ફિલ્મ ‘મણિકર્ણિકા’ સારી ચાલી રહી છે. દર્શકોને ફિલ્મ ગમી છે. કંગનાને પણ આ ફિલ્મ કરવાની મજા આવી છે. આથી જ તે ફરી એક વુમન વારિયર
પર ફિલ્મ બનાવવા માગે છે. રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યા પછી તે બહુ ખુશ છે. આ ફિલ્મમાં તેણે થોડા ભાગનું દિગ્દર્શન પણ કર્યુ છે અને તેમાં તેને સફળતા પણ મળી છે. લાગતું નથી કે તેણે પ્રથમ વખત દિગ્દર્શન કર્યું છે. અત્યારે તે ફિલ્મની સફળતા ઍન્જાય કરી રહી છે. ‘મણિકર્ણિકાઃ
ધ ક્વીન આૅફ ઝાંસી’ને દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ અને પ્રશંસા મળતા તેણે આવી મહિલા યોદ્ધા પર ટ્રાયોલાજી બનાવવાનું નક્કી કર્યું છે. તેમાં આ ‘મણિકર્ણિકા’ પ્રથમ ફિલ્મ ગણાશે. તે
પછી તે દુર્ગાવતી કે રઝિયા સુલતાન પર બનાવશે. અને પછી ઘણી બધી આવી વાર્તાઓ છે, જેમાંથી તે ફિલ્મ બનાવશે.
આ ઉપરાંત કંગના તેના જીવન પર પણ બાયોપિક બનાવવા માગે છે. જોકે તે કહે છે કે તે ફિલ્મ તેના જીવન પર ફાકસ પાડશે, તેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને તે એક્સપાઝ કરવા નથી માગતી. તે તેમાં તેનો સંઘર્ષ દેખાડવા માગે છે, જે એકદમ અસામાન્ય છે. તે કહે છે કે બોલીવૂડમાં જે સિસ્ટમ છે, તે લોકોને ઘણા ફાયદા આપવા સાથે પડકારો સામે લડવા માટે મદદ પણ કરે છે. તે કહે છે, ઈન્ડસ્ટ્રીમાં મારે પણ બહુ સહન કરવું પડ્‌યું છે. કેમ કે, હું હંમેશાં ‘કરો અથવા મરો’ની નીતિ
અપનાવું છું, જેના કારણે મારે ટકી રહેવા બહુ સંઘર્ષ કરવો પડે છે. હું એવી પરિસ્થિતિમાંથી આવી છું, જ્યાં પાછા ફરીને જવાનું હવે શક્ય નથી. મેં પ્લાન બી બનાવ્યો જ નથી. એ કંઈ એવી સરળ વાત નથી કે સવારે ઊઠો અને વિચારો કે એક મિનિટ થોભો અને વિચારો કે કેટલા લોકો મારી સામે આવશે અને મારું જીવન આજે કેટલું મુશ્કેલ બનવાનું છે? રોજ કંઈ એમ જ પરિસ્થિતિ નથી રહેવાની.
આ પ્રકારની મારી વાર્તા છે, જેને હું એક વિકલ્પ તરીકે છોડવા નથી માગતી. હું ઈચ્છું છું કે તેના પર ફિલ્મ બને.
અત્યારે કંગના અશ્વિની અય્યર તિવારીની
‘પંગા’ અને ‘મેન્ટલ ક્યા હૈ’ નામની ફિલ્મો કરી રહી છે.
બોલીવૂડની આ ‘ક્વીન’ માટે હવે અટકવા માટે કોઈ રસ્તો નથી. ‘મણિકર્ણિકા’ની સફળતા પછી કંગનાનું ગિઅર જોરશોરથી દોડી રહ્યું છે. હવે કંગના મહિલા યોદ્ધા પરની ફિલ્મ બનાવવા માટે કયા કેરેક્ટરની પસંદગી કરે છે તે જોવું રહ્યું.


Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1711

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 2105