ઢીમાના દલિતો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:51:36
  • Views : 864
  • Modified Date : 2019-04-02 17:51:36


વાવ તાલુકાના ઢીમાની અંદર દેશની આઝાદી પછીના સમયમાં ઢીમાના દલિતોને તે વખતે પાણી પીવા માટે જિલ્લા પચાયતની  ગ્રાન્ટમાંથી પાકો કુવો બંધાવી આપવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં કુવાની આજુબાજુ દબાણ કરીને કૂવાને બિલકુલ દબાણગ્રસ્ત કરી દેવામાં આવ્યો હતો. જોકે યાત્રાધામની અંદર પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે ગ્રાન્ટમાંથી આ દલિતોની જગ્યા ઉપર પા‹કગની વ્યવસ્થા બનાવીને જગ્યાને દબાણગ્રસ્ત કરી દેવામાં આવી છે. જોકે આની ઢીમાના દલિતોને જાણ થતાં ઢીમાના દલિતો દ્વારા ૨૦૧૦ થી લઇને આજદીન સુધી આની રજૂઆત સ્થાનિક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી, સ્થાનિક ધારાસભ્ય, દબાણશાખા તેમજ તમામ લાગતા વળગતા તંત્રને આ બાબતે અનેક વાર લેખિતમાં અને મોખિકમાં ઢીમાના દલિતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા આજદીન સુધી આ બાબતે કોઇ પણ જાતની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી હવે ઢીમાના દલિતો દ્વારા ટૂંક સમયમાં યોજાનાર ૨૦૧૯ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. જોકે આ બાબતે ઢીમાના દલિત અગ્રણી વિહાભાઈ કરણાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઢીમા ગામના અંદાજે દલિતોના ૮૦૦ થી ૧૦૦૦ વોટીંગ થાય છે. જે તમામ મતદાતાઓ દ્વારા ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં એક પણ મતદાન નહીં કરવામાં આવે તેવી ખાતરી આપી હતી.Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1989