પાટણ તાલુકાના ડેર ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 16:55:29
  • Views : 947
  • Modified Date : 2019-04-02 16:55:29

યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા પાટણ તાલુકાના ડેર ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટ્યા હતા.હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી જીત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા ક્ષત્રિયોની આન બાન અને શાન એવી માં ભવાનીનું ભવ્ય ભવાનીધામ બને તે હેતુથી સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ એક થઈ ભવ્ય "મિશન ભવાની ધામ" ના નિર્માણ
પોતાનું યોગદાન આપે તેમજ આ સ્નેહ મિલન ક્ષત્રિય સમાજની અસ્મિતા, શૈક્ષણિક ધરોહર, ગરીમા, સ્વાભિમાન સંવર્ધિત અને સમાજના સ્થાપિત હિતોના હેતુથી પાટણ તાલુકાના ડેર ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન અને માં ભવાનીની ૫૦૦ દીવડાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના નામાંકિત કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી.  આ કાર્યક્રમમાં નવીન હોદેદારોને નિમણૂક પણ આપવામાં આવી હતી. જેમાં
પાટણ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાના ઉપપ્રમુખ તરીકે રમેશજી ઠાકોર, પાટણ તાલુકા પ્રમુખ તરીકે બદસંગજી ઠાકોર, સરસ્વતી તાલુકા પ્રમુખ દેવુજી ઠાકોર, ચાણસ્મા તાલુકા પ્રમુખ ભગાજી ઠાકોર, સિધ્ધપુર તાલુકા પ્રમુખ ભરતસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મિશન ભવાની ધામના પ્રણેતા અને યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે નિમણુંક પત્રો આપ્યા હતા. ત્યારબાદ અભિજીતસિંહ બારડે પોતાની આગવી છટામાં વેધક વિચારો દ્વારા યુવાનોમાં નવો જુસ્સો ભર્યો હતો. સાથે સાથે રાજકીય પક્ષોને સ્પષ્ટ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા ભવાની ધામ માટે  ૧૦૦ વિઘા જમીન ફાળવવામાં આવે, સાબરકાંઠાના ઢુંઢાર પ્રકરણમાં ગુજરાતના ક્ષત્રિય સમાજના નિર્દોષ યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તે કેસ પાછા ખેંચવામાં આવે સાથે સાથે ફિલ્મ પદ્માવતી વખતે સમાજના યુવાનો ઉપર થયેલ તમામ કેસ પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે વર્ષો યુગો, સુધી ધર્મ રાષ્ટ્રભૂમિ અને પ્રજાનું રક્ષણ કર્યુ છે. રજવાડાના રાજા, ગામધણી, જાગીરદાર અને પ્રજાના રખેવાળ બની હરહંમેશ બલિદાન આપી રક્ષણ કર્યુ છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજની જનેતા અને ઇષ્ટદેવીનું ભવ્ય મંદિરનું નિર્માણ થાય જેમાં સામાજિક સમરસતા, સદભાવના શૈક્ષણિક જ્યોત પ્રજ્જ્વલિત થાય તે માટે સનાતન ધર્મના બાર જ્યોર્તિલિંગ, બાવન શક્તિપીઠમાનું એક એવું ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ભવાની ધામ કેમ ના બને જો પાટીદાર સમાજમાં કડવા પાટીદાર સમાજના ઉમીયાધામ અને કાગવડમાં ખોડિયાર માતાનું મંદિર અને અમદાવાદમાં દેશના વડાપ્રધાનના હસ્તે ખોડલધામ માટે ભૂમિપૂજન થતું હોય, ચૌધરી સમાજનું મહેસાણામાં અર્બુદાધામ બની શકતું હોય, રબારી  ભરવાડ સમાજનું વાળીનાથ અને દુધરેજ ધામ બનતું હોય તો ક્ષત્રિય સમાજ માટે ભવાનીધામ કેમ નહી, આમ આજના કાર્યકમમાં આગામી સમય આવનાર ચૂંટણીમાં પણ જે પાટણ લોકસભામાં જે ઉમેદવાર ભવાનીધામ બનાવવા સહયોગ આપશે તેને જ ક્ષત્રિય સમાજ  સાચવશે તેમ જણાવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમનું આયોજન પ્રદેશ ઉપાધ્યક્ષ દરબાર ગગસિંહ (ડેર) પ્રદેશ સહમંત્રી ઠાકોર લાલસિંહ (નોરતા) પ્રદેશ મંત્રી ઠાકોર વિક્રમજી (નોરતા) પાટણ જિલ્લા પ્રમુખ ઠાકોર પ્રવિણસિંહ (નેદરા) અને પાટણ જિલ્લા કાર્યકરો દ્વારા આ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું   આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી તો સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580