છાપી વેપારી મંડળની દશમી વાર્ષિક સાધારણસભા યોજાઈ

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:31:07
  • Views : 1583
  • Modified Date : 2019-04-02 17:31:07

વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે કાર્યરત ધી છાપી જનરલ મર્ચન્ટ એસોસિએશન છાપીની દશમી વાર્ષિક સાધારણસભા મંડળના પ્રમુખ સુરેશકુમાર અગ્રવાલના અધ્યક્ષસ્થાને રવિવારે પરિવાર રેસ્ટોરન્ટ ખાતે વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
છાપી વેપારી મંડળની યોજાયેલ દશમી વાર્ષિક સાધરણસભામાં મંડળના સીનિયર સભ્ય જાનમહંમદ મેમણ દ્વારા ઉપસ્થિત તમામ સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મંડળના મંત્રી મહેશભાઈ મોદી દ્વારા ગત વર્ષનું પ્રોસેડીંગ તેમજ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા,  જેને સર્વાનુમતે મજૂંર કરવામાં આવ્યા હતા. મંડળના પ્રમુખ તેમજ સાધારણસભાના અધ્યક્ષ સુરેશકુમાર અગ્રવાલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવા સાથે તાજેતરમાં સભાસદ મૃત્યુ સહાય યોજના મંડળ દ્વારા અમલમાં મુકવામાં આવી હતી જે  અંતર્ગત તાજેતરમાં મંડળના સભ્ય મંગાભાઈ રાવળનું દુઃખદ અવસાન થતાં તેમના પÂત્નને સહાયનો ચેક મંડળ પ્રમુખ, હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સભામાં મંડળના ઉપપ્રમુખ રફીકભાઈ મેમણ સહમંત્રી દિલીપભાઈ બારોટ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી કારોબારી સભ્ય શાંતિલાલ મહેશ્વરી, વિજયભાઈ ચૌધરી, મહંમદભાઈ બગા, ભેમજીભાઈ પટેલ, રાજુભાઇ સોની જયેશભાઇ મહેશ્વરી, અર્જુનગીરી ગૌસ્વામી, અબ્બાસભાઈ વ્હોરા,
બિપીનભાઈ રાવલ તેમજ મફતલાલ દરજી ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ રવિભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સભાનું સુચારુ સંચાલન ડી.આર. જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2039