મહાશિવરાત્રિ સ્નાન સાથે આજે કુંભની પૂર્ણાહૂતિ : ભારે ઉત્સાહ

  • Published By : bknews
  • Published Date : 2019-03-04 13:18:39
  • Views : 2198
  • Modified Date : 2019-03-05 09:46:14

(ઈ.એમ.એસ.)    પ્રયાગરાજ 

૧૫મી જાન્યુઆરીથી ચાલી રહેલા મહાકુંભ મેળાની આવતીકાલે પરંપરાગતરીતે પૂર્ણાહૂતિ થનાર છે. આવતીકાલે મહાશિવરાત્રિના પ્રસંગે શિવરાત્રિ સ્નાનમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે સજ્જ છે. મહાશિવરાત્રિ સોમવારના દિવસે હોવાથી આ વખતે ખાસ મહત્વ પણ રહેલું છે. સંગમ તટ ઉપર પહેલાથી જ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ પવિત્ર સ્નાનની પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલનાર છે. પુલવામામાં આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહી રુપે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા ઉપર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધેલી છે અને ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે મહાકુંભમાં પણ અભૂતપૂર્વ 

સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. આવતીકાલે સંગમના ઘાટ ઉપર પણ તમામ તૈયારી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ વરિષ્ઠ લોકો આ વખતે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભમાં દરરોજ લાખો લોકો હાલમાં પહોંચી રહ્યા હતા. છેલ્લે ૧૯મી ફેબ્રુઆરીના દિવસે માઘ પુર્ણિમાના શુભ અવસર પર કુંભ મેળામાં પવિત્ર સ્નાનના ભાગરૂપે કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમમાં કાંઠા પર તીવ્ર ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળ્યો હતો. વહેલી પરોઢે પવિત્ર સ્નાનની શરૂઆત થયા બાદ મોડે સુધી આ પવિત્ર વિધી ચાલી હતી. કુંભ ખાતે પહોંચેલા શ્રદ્ધાળુઓ જુદી જુદી ધાર્મિક વિધી કરતા નજરે પડ્યા હતા. હાલમાં ચાલી રહેલા કુંભના ભાગરૂપે સ્નાનની પ્રક્રિયા ચાલી હતી. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી રહ્યા હતા. હવે આવતીકાલે મહાકુંભની શિવરાત્રિ ઉત્સવ સાથે પૂર્ણાહૂતિ થનાર છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે આની શરૂઆત થયા બાદ આની પુર્ણાહુતિ આવતીકાલે ચોથી માર્ચના દિવસે થનાર છે. આવતીકાલના સ્નાનને લઇને જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી પહેલાથી જ કરવામાં આવી છે. કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલા કુંભ મેળાને ધ્યાનમાં લઈને શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે જારદાર આયોજન કરાયું છે. આના ભાગરૂપે રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી.ત્યારબાદથી ભારે ઉત્સાહ વચ્ચે કુંભ જારી છે. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. કુંભ મેળા ૨૦૧૯માં પહોંચી રહેલા  શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વખતે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી હતી. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી હતી. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ 

બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શા†ીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જાડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ Âસ્થતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી

આભાર - નિહારીકા રવિયા  અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન થાય છે. 

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 2065