એમ.એસ.ડી. ઇન્ટરનેશનલ સ્કૂલ થરાદમાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ યોજાયો

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:26:30
  • Views : 606
  • Modified Date : 2019-04-02 17:26:30

એમ.એસ.ડી. ઇન્ટરનેશનલ સ્કૂલ થરાદ ખાતે તારીખ ૩૦/ ૩ /૨૦૧૯ ના રોજ વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ સંસ્થાના નવા લોકેશન ખાતે યોજાયો હતો. જેમાં દોડ સ્પર્ધા, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, રસ્સા ખેંચ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, બરછી ફેંક,  કબડ્ડી, ખો ખો જેવી રમતો રાખવામાં આવી હતી. જેમાં ધોરણ એકથી સાત સુધીના તમામ બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના ટ્રસ્ટી  ભરતભાઈ પરમાર, પ્રિન્સિપાલ ધનસુખભાઈ   તેમજ સ્પોર્ટસ ઇન્ચાર્જ વિક્રમપુરી અતીત અને શાળાના શૈક્ષણિક સંકલન કરતા રાજુ પૂનમ દ્વારા કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ સ્ટાફ મિત્રોનો સહકાર અને મહેનત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ ઉત્સાહભેર રમત-ગમતમાં ભાગ લીધો હતો.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580