ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગુમ થતાં ચકચાર

  • Published By : bknews
  • Published Date : 2019-03-13 05:54:15
  • Views : 422
  • Modified Date : 2019-03-13 05:54:15

 ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળા ફરજ બજાવતી એક શિક્ષિકા શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતાં
પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. તેની શોધખોળ કરતાં છતાં કોઈ પત્તો ન લાગતા આખરે
પોલીસ મથકે જાણ કરાઇ હતી. ડીસા પંથકમાં ચકચારી બનેલા કિસ્સાની વિગતો એવી છે કે મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાના સલીસણા ગામના બિજલબેન ડીસા તાલુકાના મુડેઠા પે. કેન્દ્ર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને દરરોજ અપડાઉન કરે છે.
તેણી તારીખ ૯/૩/૨૦૧૯ ના રોજ સવારે પોતાના ઘરેથી મુડેઠા પ્રાથમિક શાળામાં જવા માટે નીકળ્યા હતા. જે મોંડી સાંજ થવા છતાં ઘરે પરત ન આવતા
પરિવારજનોએ ચિંતિત બની તેણીની ભાળ મેળવવાનો પ્રયાસ કરી શોધખોળ હાથ ધરી હતી.
પરતું પત્તો ન મળતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ અંગે પરિવારજનોએ ભીલડી
પોલીસ મથકે ગુમ થતાની જાણ કરતાં પોલીસ શોધખોળ હાથ ધરી હતી.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2000