સિધ્ધપુરના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 10:57:34
  • Views : 501
  • Modified Date : 2019-03-26 10:57:34

ભારતભરમાં માતૃગયા તરીકે પ્રખ્યાત આધ્યાત્મિક ભૂમિ સિદ્ધપુરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનેક આત્માઓના જીવનને સદગુણોથી સંપન્ન બનાવવાની અથક સેવા કરી રહેલ છે. સિધ્ધપુર સેવા કેન્દ્રની ૪૫ વર્ષની ઉપલબ્ધિ નિમિત્તે તારીખ ૨૪ માર્ચના રોજ સિધ્ધપુરના  તાવડિયા રોડ ઉપર આવેલ મણીરત્ન પાર્ટી પ્લોટમાં સાંજે ૪ થી ૯ વાગ્યા દરમ્યાન ભવ્ય વાર્ષિકોત્સવ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રખર અર્થશાસ્ત્રી ડાp. જયનારાયણ વ્યાસ તેમજ જી.આઈ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સિધ્ધપુરની બે દીકરીઓ બ્રહ્માકુમારી બિન્દુબેન કે જે પ્રભુને વરીને કળયુગના કપરા સમયે અનેક આત્માઓનું કલ્યાણ કરવા માટે પ્રભુ સમર્પણ કર્યું હતું. તેમનો સમર્પણ સમારોહ હતો અને બીજી દીકરી બ્રહ્માકુમારી નીપાબેન જે છેલ્લા ૧૧ વર્ષથી સમર્પણ ભાવથી જીવીને અનેક આત્માઓને સદગુણોથી સંપન્ન બનાવી રહ્યા હોઈ તેમનો સમર્પણ સમારોહ હતો. આમ આ ત્રિવેણી મહોત્સવમાં ચાર ચાંદ લગાવવા માઉન્ટ આબુથી પરમશ્રદ્ધેય ડાp. દાદી રતન મોહિનીજી આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  અમદાવાદથી આદરણીય સરલા દીદીજી પ્રસંગને શોભાવવા ઉપસ્થિત રહ્યા હતા. સિધ્ધપુર બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના વિજયા દીદીના સુંદર આયોજનથી આ સમારોહ શોભી ઉઠયો હતો. આ સમારોહમાં એક હજારથી વધુ અનુયાયીઓ સમગ્ર ગુજરાત અને બહારથી હાજર રહ્યા હતા.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2000