ડીસા શહેરમાં ઠેર ઠેર જામતા ટ્રાફિકના દ્રશ્યો

  • Published By : bknews
  • Published Date : 2019-03-13 06:04:49
  • Views : 458
  • Modified Date : 2019-03-13 06:04:49

અત્યારે ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલી રહી છે અને આ પરીક્ષામાં ડીસાના વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી સર્જી રહી છે ટ્રાફિકની પરીક્ષા. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ વિદ્યાર્થીઓનો પરીક્ષા દરમ્યાનનો કિંમતી સમય બગડી રહ્યો છે.
ડીસા શહેરમાં ટ્રાફિક નિયમનો સદંતર અભાવ હોવાના લીધે શહેરમાં અત્યારે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આમ તો આ સમસ્યા રોજીંદી સમસ્યા છે.
પરંતુ અત્યારે આ સમસ્યા કોઈના ભાવિને અંધકારમય બનાવી શકે તેમ છે. કારણ કે અત્યારે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને કારકિર્દી માટે સૌથી મહત્વની માનવામાં આવતી આ પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના લીધે ક્યાંક મોડુ પડવાનો વારો આવે છે તો ક્યાક પરીક્ષામાં પહોંચી ન શકતા પરીક્ષા આપવાથી વંચિત રહી જાય છે. શહેરના એરપોર્ટ ચાર રસ્તા, જલારામ ચાર રસ્તા અને ગાયત્રી ચાર રસ્તા આ ત્રણ મહત્વના
પોઈન્ટ પર પરીક્ષાના સમયે જ ચક્કાજામ સર્જાઈ રહ્યો છે. જેના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર મોડા પહોંચી રહ્યા છે અને તેના લીધે તેમનો કિંમતી સમય બગડી રહ્યો છે. આ ટ્રાફિક વિદ્યાર્થીઓ માટે કેટલી મુશ્કેલી સર્જી રહ્યું છે તે તો માત્ર વિદ્યાર્થીઓ જ સમજી શકે છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી જેના શિરે છે તે
પોલીસ પણ આ જવાબદારીમાંથી છટકી રહી છે.
વિદ્યાર્થીઓની સાથે સાથે અત્યારે રાહદારીઓ પણ
પરેશાન થઈ ઉઠયા છે અને આ સમસ્યાથી તોબા પોકારી ઉઠયા છે. હવે આ અંગે પોલીસ દ્વારા ઠોસ કામગીરી કરીને આ ટ્રાફિકનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.  ત્યારે લોકોને કાયદાના પાઠ શીખવાડતી પોલીસ તેના પ્રાથમિક કામ અંગે નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે પોલીસે અત્યારે લોકોને કાયદો સમજાવવા કરતાં કાયદાની જાળવણી પર ધ્યાન રાખવું જરૂરી થઈ ગયું છે, કે જેનાથી કોઈ વિદ્યાર્થીનું અંધકારમય થતાં ભવિષ્યને બચાવી શકાય...!

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2000