બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત પહોંચી સાસરે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-24 14:44:03
  • Views : 47
  • Modified Date : 2024-02-24 14:44:03

નવદંપતી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યાના બે દિવસ પછી મુંબઈ પાછા ફર્યા છે.  ફૂલોથી શણગારેલી મર્સિડીઝ રકુલની રાહ જોઈ રહી હતી, જેમાં તે તેના સાસરે પહોંચી હતી. મુંબઈમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.હાથમાં ગુલાબી બંગડીઓ અને માથે સિંદૂર સાથે પીળા રંગના અનારકલી સૂટમાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.નવપરિણીત રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન બાદ મુંબઈ પરત ફર્યા છે.મહેંદી વાડા હાથમાં બંગડી અને ગળામાં મંગલસૂત્ર અને માથે સિંદૂર લગાવી રકુલ પપારાજીને ગિફ્ટ હેમ્પર અને મીઠાઈ ભરેલા બોક્સ આપ્યા હતા.રકુલ અને જેકીએ મુંબઈમાં પાપારાઝીઓને મીઠાઈ પણ વહેંચી હતી. મારા પોતાના હાથે તેને ગિફ્ટ હેમ્પર આપ્યું. રકુલ અને જેકીએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના લગ્નની વિધિ આનંદ કારજ અને સિંધી શૈલીમાં કરવામાં આવી હતી.ગોવામાં સવારે અને સાંજે લગ્ન યોજાયા હતા. બંનેએ તરુણ તાહિલ્યાનીના વેડિંગ આઉટફિટ પહેર્યા હતા.

Download Our B K News Today App



Related News