અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર મોડી રાત્રે PCB દ્વારા દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-04 14:21:02
  • Views : 231
  • Modified Date : 2024-04-04 14:21:02

અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી છે. PCB દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. પીસીબી દ્વારા ગઇકાલે મોડીરાત્રે અમદાવાદના શેલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બિગ ડેડી કાફેમાં હુક્કાબાર ચાલતુ હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. દરોડા પાડીને આ હુક્કાબારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ હરીન માત્રાવાડિયા FSLમાં મોકલવામાં આવ્યા છે. ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે સિંધુ ભવન રોડ અને શેલા રોડની આસપાસ ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યા હતા.જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ હુક્કાબારમાં હુક્કામાં નિકોટીનના દ્રવ્યો છે કે નહીં તે અંગેની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. પીસીબી દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

Download Our B K News Today App



Related News