ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ બિરદાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-10 16:13:34
  • Views : 196
  • Modified Date : 2024-04-10 16:13:34

કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે તેમની રચના “જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ”માં જનેતાનું મહત્વ સમજાવ્યું છે. વિશ્વમાં દરેક ચીજની જોડ જડશે પણ ક્યારેય જનેતાની જોડ મળશે નહીં!!! આજે અમે એક એવી જનેતાની વાત કરી રહ્યા છે જેણે સમાજના રૂઢિચુસ્ત વિચારને પડકાર ફેંકી સંતાનને જન્મ આપ્યો છે. તેનું એક બોલ્ડ પગલું તેને જુનવાણી વિચારના લોકોના તિરસ્કારનો ભોગ બનાવે તેવો પણ ભય હતો પણ અડચણોની પ્રવાહ કર્યા વિના માતા અને પિતાની બેવડી ભુમિકા ભજવી મહિલાએ નારી શક્તિનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માતા બનવું દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે. ભરૂચની શિક્ષિકા ડિમ્પી પરમારે માતૃત્વ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું હતું. મહિલા નાના શહેરના સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારી કુંવારી માતા બની છે. ગુજરાતના ખોબા જેવડા ભરૂચ શહેરમાં સંકુચિત લોકોની વિચારધારાના દાયરાને ભેદી એક અલગ પ્રથાનો ચીલો ચીતરાયો છે. આ સામે એકલું જીવન જીવતા લોકો માટે એડઓપશન ઉપરાંત ઘડપણની હાથલાકડી શોધવા ઉત્તમ વિકલ્પ પણ મળ્યો છે.ડિમ્પી પરમારે સમાજ માટે એક અલગ પ્રથા અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી છે. ડિમ્પી એક એવી માતા છે જે કુંવારી છે અને તેણે નથી કર્યા લગ્ન કે નથી તે ત્યક્તા… પણ છતાં તેણે કાયદાની પ્રક્રિયા અને વિજ્ઞાનની વિકસતી ટેક્નોલોજીની મદદ દ્વારા ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપ્યો છે. ફિલ્મી કહાનીઓમાં કુંવારી માતા સમાજના તીખા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરતી હોય છે પણ આ મહિલાએ કંઈક એવું કર્યું છે કે તેના પર સમાજ ગર્વ કરી રહ્યો છે. અમે તમને ડિમ્પી પરમારની કુંવારી માતા બનવાની રસપ્રદ કહાની જણાવી રહ્યા છે.

ભરૂચની નરનારાયણ સોસાયટીમાં રહેતા પરમાર પરિવારમાં એક દશકમાં એવું બન્યું કે કુટુંબનો દીકરો અને પિતા આ સમયગાળામાં માંદગીના કારણે મૃત્યુ પામ્યા હતા. વૃદ્ધ માતાની જવાબદારી ઘરની દીકરી ડિમ્પી પર આવી પડી હતી. ડિમ્પી નાનપણથી અલગ વિચાર સાથે આગળ ધપવાના મજબૂત મનોબળ ધરાવતા સ્વભાવના કારણે અલગ તરી આવતી હતી. બીમાર માતા સાથે પરિવારને સાચવવાની જવાબદારી આ યુવતીએ બખૂબી નિભાવી જાણી છે. 30 વર્ષની ઉંમર વીતી ગઈ હોવાથી ડિમ્પી પરમાર સામે એક મૂંઝવણ આવીને ઉભી રહી હતી. એકતરફ લગ્નના માગા આવવા લાગ્યા હતા તો બીજી તરફ બીમાર માતાની દરકારની ચિંતા હતી. બંને વિકલ્પ પૈકી પસંદગી ન પામનાર વિચાર ખુબ તકલીફ આપનાર હતો. આખરે મહિલાએ લગ્ન ન કરી જીવન જનેતાને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું. એકતરફ માતાની સેવા કરવાનો નિર્ણય યથાર્થ લાગતો હતો પણ બીજી તરફ પરિવાર અને પરિચિત ડીમ્પીના ઘડપણમાં એકલતાની ચિતા વ્યક્ત કરતા હતા. સમસ્યાનો હલ કાઢવા ડિમ્પીએ ખુબ વિચાર કર્યો અને એક દિવસ તેના ધ્યાને આવ્યું કે ટીવી સિરિયલ નિર્માતા એકતા કપૂર કુંવારી માતા બની છે. આ વિચાર તેના મનમાં ઘર કરી ગયો હતો. ગૂગલ પર વિકલ્પ સર્ચ કરતા કરતા ડીમ્પીના ધ્યાને આવ્યું કે લગ્ન કે પતિ વગર પણ માતા બનવું શક્ય છે.દેશની ઘણી અભિનેત્રીઓ પણ આ વિકલ્પ અપનાવી ચુકી છે.એક કાયદાકીય પ્રક્રિયાને અનુસરી ડિમ્પી પરમારે પોતાની કુખે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. IVF સેન્ટરમાં સ્પર્મ ડોનરની મદદથી ગર્ભ ધારણ કરી કુંવારી માતા બનવાને કાયદો મંજૂરી આપે છે. આ પ્રક્રિયા માટે ડિમ્પીએ પહેલા ગુજરાતના જાણીતા IVF સેન્ટરનો સંપર્ક કર્યો પણ ડીમ્પીના બોલ્ડ સ્ટેપ માટે ગુજરાતની એકપણ તબીબી સંસ્થાએ સહમતી દર્શાવી નહી.

તપાસ કરતા – કરતા મુંબઈ સુધી મહિલા પહોંચી હતી. મુંબઈના અંધેરીના ગાયનેકોલોજિસ્ટ ડો. રીતુ હિન્દુજાએ મહિલાના વિચારને બિરદાવી તેના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ બનવાનું વચન આપી પહેલા એક લીગલ અને બાદમાં મેડિકલ પ્રોસેસ શરૂ કરાઈ હતી. સ્પર્મ બેન્કમાંથી સ્પર્મ મેળવી ડીમ્પીના ગર્ભાશયમાં મુકવામાં આવતા માત્ર 10 દિવસની સારવામાંજ મહિલાએ ગર્ભ ધારણ કરી લીધું હતું જે 9 મહિનાના ગર્ભ ધારણથી લઈ માતા બનવાના ચક્રને પસાર કરી આખરે એક સુંદર દીકરીની માતા બની હતી. બાળકીનું નામ ધ્યાના રાખવામાં આવ્યું છે.

 

 

Download Our B K News Today App



Related News