કેબિનેટની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-03 12:41:46
  • Views : 142
  • Modified Date : 2024-04-03 12:41:46

સામાન્ય રીતે એવુ બનતુ હોય છે કે રાજ્યોની અંદર આચારસંહિતા લાગ્યા બાદ કેબિનેટની બેઠક મળતી નથી. જો કે વર્તમાન NDA શાસિત કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. અગાઉ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ચૂંટણી માટે 100 દિવસના એજન્ડા તૈયાર કરવાના છે. જે પછી આ ત્રીજી કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.NDA સરકારનું એવુ માનવુ છે કે ચૂંટણીની કામગીરી ભલે હોય સરકારની કામગીરી અલગ હોવાથી તે ચાલુ રહેવી જોઇએ. ખાસ કરીને ડિફેન્સની વાત હોય કે કેન્દ્ર સરકારના કામો અંગેની તેના પર નિર્ણય લેવા જરુરી હોય છે. આ વખતે એક પણ કેબિનેટ બેઠક રદ કરવામાં આવી નથી. કેબિનેટ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ હાજર રહેતા હોય છે.પરશોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા પણ ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ છે.તો વિદેશ પ્રધાન એસ જયશંકર પણ ગુજરાતમાંથી જ સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે.આ ત્રણેય નેતાઓ આજે કેબિનેટની બેઠકમાં હાજર રહેવાના છે. કેબિનેટની બેઠકમાં દેશના મહત્વના નિર્ણયો લેવા અંગે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં હાજરી આપવા પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા દિલ્હી પહોંચી ગયા છે.

Download Our B K News Today App



Related News