પોલીસે મહિલાઓને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગને ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-04 13:46:07
  • Views : 165
  • Modified Date : 2024-04-04 13:46:07

પોલીસે મહિલાઓને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે. પુછપરછમાં આ ગેંગ ચોરી માટે ખાસ મોડેસ ઓપરેન્ડી વાપરતી હોવાનું સામે આવ્યુ છે. ચોરી માટે તેઓ ખાસ કટર રાખતા હતા. આ ગેંગ રિક્ષામાં ફાઈલ નીચે કટર રાખી ચોરી કરતી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જર લૂંટાતા હોવાની અનેક ફરિયાદ છેલ્લા થોડા સમયથી સામે આવી રહી હતી. જેને લઇને પોલીસે ખાસ અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ ગેંગ શહેરમાં એકલી ફરતી મહિલાઓને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી ટાર્ગેટ કરતી હતી. પોલીસે આ ગેંગના લાલાભાઈ પટણી, પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી, જીગ્નેશ મસ્કે અને કનુભાઈ પટણીની ધરપકડ કરી છે.

ઝડપાયેલા આરોપી મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમણે પહેરેલા દાગીના કટર વડે કાપી ચોરી કરતા હતા. આરોપી રિક્ષામાં પોતાની ગેંગના અન્ય સભ્યોને મુસાફર તરીકે બેસાડી ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 1.34 લાખના દાગીના મળી 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેમણે અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગરના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હતા. આ સાથે જ આરોપી પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લિંબુ અને મરચા લટકાવતા હતા. જેથી તેમની રિક્ષાનો નંબર પોલીસ ન જોઈ શકે. જોકે CCTVની મદદથી અને આરોપીના અગાઉના ગુનાની વિગતના આધારે પોલીસ આ ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે. આ ગેંગ પાસેથી જે રીક્ષા કબ્જે કરી છે તે પણ ભાડેથી લાવવામાં આવી હતી.રિક્ષામાં પેસેન્જરની આજુબાજુ અમુક અંતરેથી ગેંગના અન્ય સભ્યો ચઢતા હતા. જેથી પેસેન્જર કોઈ શંકા જાય નહિ. બાદમાં તેઓ પેસેન્જરનું ધ્યાન ભટકાવી એક ફાઈલની નીચે ધારદાર કટર દ્વારા પર્સમાંથી વસ્તુઓ પડાવી લેતા હતા.આરોપીની પુછપરછમાં બે અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે લૂટ ને અંજામ આપવા આ ચોર ગેંગ અનોખી રીત અપનાવી હતી અને બાદમાં પોલીસથી બચવા પણ ખાસ રીત અજમાવવામાં આવતી હતી.

Download Our B K News Today App



Related News