દાહોદ જિલ્લાને જોડતી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પર વાહનોનું ચેકિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-06 12:32:42
  • Views : 92
  • Modified Date : 2024-04-06 12:32:42

લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું છે. દાહોદ જિલ્લાને જોડતી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પર પણ ખાસ ચેક પોઈન્ટ ઉભા કરાયા છે. પોલીસ દ્વારા હથિયારો કે રોકડની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે.આ ઉપરાંત પ્રોહિબિશનના કેસ કરી લાખોનો મુદ્દામાલ પણ પોલીસે ઝડપી પાડ્યો છે.ખાસ કરીને દાહોદની ખંગેલા બોર્ડર, ઝાલોદની ધાવડીયા, ઠુઠીકંકાસીયા તેમજ લીમડી-ચાકલીયા બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. બીજી તરફ તાપીમાં પણ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

 

Download Our B K News Today App



Related News