ફાઈટરનું નવું ગીત થયું રિલીઝ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-09 09:09:40
  • Views : 37
  • Modified Date : 2024-01-09 09:09:40

ઋતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ફાઈટરનું નવું ગીત હીર આસમાની રિલીઝ થઈ ગયું છે. ગીતમાં ફિલ્મની લગભગ આખી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. ગીતમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણનો પ્રેમ જોવા મળે છે. બંનેનો સાયલન્ટ રોમાંસ ફેન્સને ખૂબ જ પસંદ આવશે.હીર આસમાની ગીત વિશાલ દદલાની, શેખર રવજિયાની અને બી પ્રાકે મળીને ગાયું છે. આ ગીતમાં ફાઈટર્સ અને તેમનો આકાશ પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ગીતના બોલ કુમારે લખ્યા છે અને તેને વિશાલ અને શેખરની જોડીએ કમ્પોઝ કર્યું છે. આ ગીતનું ડાયરેક્શન રોબી ગ્રેવાલે કર્યું છે.આ ગીતમાં એરફોર્સના પાયલોટની દોસ્તી, તેમનું બુલંદ મનોબળ, ઉડાન ભરવાની તૈયારી અને એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ગીતની શરૂઆતમાં ઋતિક રોશનની બોડી જોરદાર બતાવવામાં આવી છે. ગીતમાં ઋતિકની બોડી જોઈને ભાગ્યે જ કોઈ એવું કહી શકશે કે તેની ઉંમર 49 વર્ષ છે.ફાઈટરમાં ઋતિક, દીપિકા અને અનિલ કપૂર સિવાય કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ, શારીબ હાશમી અને તલત અઝીઝ જેવા એક્ટર્સ પણ જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર ગયા મહિને રિલીઝ થયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું ટ્રેલર ઋતિક રોશનના જન્મદિવસ એટલે કે 10મી જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે.ફાઈટરની રિલીઝને થોડા જ દિવસો બાકી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. લગભગ 250 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફાઈટરનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે સિદ્ધાર્થના નિર્દેશનમાં બનેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ ગયા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. પઠાણે તે સમયે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. હવે મેકર્સને ફાઈટર પાસેથી સમાન આશાઓ છે.

Download Our B K News Today App



Related News