અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-29 12:11:39
  • Views : 400
  • Modified Date : 2024-03-29 12:11:39

અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો છે. જે નક્લી પુરાવાના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી અહીં રહેતો હતો. આરોપી 2001 થી ભારતમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ મગાવી દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે.ક્રાઈમ બ્રાંચે ઝડપેલા નક્લી પુરાવા સાથે ઝડપાયેલા આરોપીનું નામ છે મોહમ્મદ લાભુ સરદાર. આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને 2001 માં ગેરકાયદેસર રીતે ગુજરાત આવ્યો હતો. આરોપીએ 12 વર્ષ પેહલા સરદારનગરના રેહવાસી રમેશ નામના વ્યક્તિ મારફતે ખોટુ ચૂંટણી કાર્ડ 3000 હજાર આપીને બનાવ્યું હતું અને ત્યારબાદ આધાર કાર્ડ, પાન કાર્ડ પણ બનાવેલુ હતું. આ બનાવટી દસ્તાવેજો દ્વારા આરોપીએ 2015 માં ભારતનો પાસપોર્ટ બનાવ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બાંગ્લાદેશના નાગરિક મોહમદ લાભુ સરદારની ધરપકડ કરીને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે.આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના મિત્ર જે મલેશિયામાં રહે છે તેના સાળા મારફતે કોલકત્તાના એક એજન્ટને મલેશિયાના વિઝા માટે ભારતીય પાસપોર્ટ આપેલો હતો અને રૂ 30 હજારમાં મલેશિયાના વિઝા આપવાનું નક્કી થયેલ હતું, જોકે એજન્ટનું અકસ્માતમાં મોત થઈ ગયેલુ હતું. જેથી તેનો ભારતીય પાસપોર્ટ કોલકતામાં અરજન્ટના ઘરે હતો. જ્યારે બાંગ્લાદેશનો પાસપોર્ટ બાંગ્લાદેશમાં હોવાનુ સામે આવ્યું છે એટલું જ નહીં આ આરોપીએ 2015 માં ચૂંટણીકાર્ડ અને વેસ્ટ બંગાળનો જન્મનો દાખલો બતાવીને પાસપોર્ટ મેળવેલ હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ ભારતમાં લાવીને દેહ વેપારના ધંધામાં મોકલતો હતો. જેના રૂપિયા તે યુવતીઓના પરિવારને બાંગ્લાદેશ મોકલતો હતો. આરોપી પોતે 3 વખત બાંગ્લાદેશ પણ જઈ આવ્યો છે અને અમદાવાદમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરીને રેહતો હતો. આરોપીએ 2 વાર વોટિંગ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે..હાલમાં તો આરોપીએ કેટલા બાંગ્લાદેશીઓને આ પ્રકારે નકલી પુરાવા બનાવી આપ્યા છે તેની સાથે બીજા કોણ સંડોવાયેલા છે તેમજ ભારતીય પાસપોર્ટ જે કોલકત્તા છે તે મેળવવા ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News