હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પારો વધારે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-28 12:37:38
  • Views : 137
  • Modified Date : 2024-03-28 12:37:38

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પારો વધારે જોવા મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ ગુજરાત વાસીઓને શેકાવાનો વારો આવી શકે છે. આગામી 2 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે ગરમીનું યલો અલર્ટ આપ્યું છે. જ્યારે હવામાન વિભાગને અમદાવાદ અને બનાસકાંઠામાં રાત્રીના સમયે ગરમીની આગાહી કરી છે. આજથી રાજ્યમાં 1 થી 2 ડિગ્રી ગરમીનું તાપમાન વધે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, બોટાદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, જુનાગઢ,ખેડા,પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.અમદાવાદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, મહેસાણા,નર્મદા, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધ્યું હતુ. તેમજ ગાંધીનગરમાં 41.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત ડીસામાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજકોટમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગરમાં 40.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.

Download Our B K News Today App



Related News