આઈપીએલ 2024ની 7મી મેચ મંગળવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-26 16:47:48
  • Views : 32
  • Modified Date : 2024-03-26 16:47:48

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 7મી મેચ મંગળવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ મેચ બે યુવા કેપ્ટન વચ્ચે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની જંગ હશે. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે પોતાની પહેલી મેચમાં જીત મેળવી લીધી છે.આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાતને સરળતાથી હરાવી શકશે નહિ. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેના હેડ ટુ હેડ આંકડા પર આપણે નજર કરીએ તો. આજે ગુજરાતનું પલડું ભારે છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રદર્શનની વાત કરીએ તો આ મેદાન પર અત્યારસુધી 65 મેચ રમા છે. જેમાં સીએસકે 46 વખત જીત મેળવી છે અને 18 મેચમાં હાર મળી છે.ચેપૉકના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. પહેલી મેચમાં રોયલચેલેન્જર્સે બેગ્લુરુંને હાર આપી હતી. તો ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હાર આપી છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ચેન્નાઈનું પલડું પણ ભારે છે તો આજે આપણે જોઈશું કે, ચેન્નાઈનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી એટલે કે, ધોની કે પછી આઈપીએલનો સૌથી નાનો કેપ્ટન બંન્ને માંથી કોણ જીતશે મેચ.જો ગુજરાત ટાઈટન્સને આ મેચ જીતવી છે તો તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. મુંબઈ વિરુદ્ધ ગત્ત મેચમાં તેના બેટ્સમેનોએ સારી શરુઆત કરી પરંતુ પ્રદર્શન મધ્યમ રહ્યું હતુ. તેમના બોલરોએનું પ્રદર્શન શાનદાર રહ્યું અને જેનાથી ટીમ મેચ જીતવામાં સફળ રહી છે.આઈપીએલ 2023ની ફાઈનલ પણ આ બંન્ને ટીમો વચ્ચે જ રમાય હતી. જેમાં સીએસકેએ રોમાંચક મેચ જીતી પાંચમી વખત આઈપીએલનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ગુજરાત ટાઈટન્સ પણ એક વખત ખિતાબ પોતાને નામ કરી ચૂકી છે તેમજ એક વખત રનર અપ પર રહી છે.

Download Our B K News Today App



Related News