ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નાથન લાયને શાનદાર પ્રદર્શન કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-03 15:30:16
  • Views : 28
  • Modified Date : 2024-03-03 15:30:16

ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યુઝીલેને પહેલી ટેસ્ટ મેચમાં ધમાકેદાર અંદાજમાં 172 રનથી હાર આપી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માટે સ્પિનર નાથન લાયને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની શાનદાર બોલિંગના કારણે 2 ટેસ્ટ મેચની સીરિઝમાં જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે.ધમાકેદાર પ્રદર્શનથી સ્પિનર નાથન લાયને અનેક રેકોર્ડ પોતાના નામ કર્યા છે. તો ચાલો જાણીએ આ રેકોર્ડ છે શું.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં નાથન લાયને 4 વિકેટ અને બીજી ઈનિગ્સમાં 6 વિકેટ પોતાને નામ કરી છે.બીજી ઈનિગ્સમાં તેમણે 27 ઓવરમાં 65 રન આપી 6 વિકેટ લીધી હતી. તેના કારણે ન્યુઝીલેન્ડની ટીમ બીજી ઈનિગ્સમાં 196 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ હતી. નાથન લાયન ન્યુઝીલેન્ડની ધરતી પર કોઈ પણ ટીમ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 10 વિકેટ હોલ લેનાર કુલ 10મી સ્પિનર બન્યો છે.વર્ષ 2006 બાદ આ પહેલી તક છે. જ્યારે ન્યુઝીલેન્ડની ધરતી પર કોઈ એક ટેસ્ટમાં સ્પિન બોલરે 10 વિકેટ લીધી હોય. વર્ષ 2006માં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ડેનિયલ વિટોરી અને મુથૈયા મુરલીધરને મેચમાં 10-10 વિકેટ લીધી હતી. હવે 18 વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં નાથન લાયને 10 વિકેટ લીધી છે.ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો: શેન વોર્ન- 138 વિકેટ,નાથન લિયોન- 119 વિકેટ,રંગના હેરાથ- 115 વિકેટ,મુથૈયા મુરલીધરન- 106 વિકેટ,ગ્લેન મેકગ્રા- 103 વિકેટ.

Download Our B K News Today App



Related News