મેડિકલી રીતે ફિટ થયા બાદ અભિનંદન ફરીથી ફરજ પર

  • Published By : bknews
  • Published Date : 2019-03-07 11:46:57
  • Views : 567
  • Modified Date : 2019-03-07 11:46:57

નવીદિલ્હી
એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનોવાએ આજે કહ્યું હતું કે, અભિનંદન વર્ધમાનની મેડિકલ ફિટનેસને લઇને ચકાસણી ચાલી રહી છે. અભિનંદનને મેડિકલી રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા બાદ તેઓ ફરી વિમાન ઓપરેટ કરી શકશે. વિંગ કમાન્ડર પાકિસ્તાની વિમાનને તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન હવાઈ સંઘર્ષ વેળા તેમનું વિમાન તુટી પડતા પેરાશૂટથી ઉતરી રહ્યા હતા ત્યારે પવનના લીધે પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા જ્યાં તેમને પકડી લેવામાં આવ્યા હતા. જા કે,
પાકિસ્તાનની કસ્ટડીમાંથી હાલમાં જ તેઓ મુક્ત થયા છે. આજે પત્રકારો સાથે વાતચીત કરતા ધનોવાએ કહ્યું હતું કે, અભિનંદનના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા ચાલી રહી છે. જા જરૂર હશે તો તેમને વધુ સારવાર આપવામાં આવશે. દુશ્મન દેશમાં જઇને પરત આવ્યા છે જેથી મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે. જે પણ સારવારની જરૂર છે તે સારવાર તેમને આપવામાં આવશે. એક વખતે મેડિકલ ફિટનેસ મળી ગયા બાદ તેઓ ફરીથી ફાઇટર કોકપિટમાં જઈ શકશે. ધનોવાએ કહ્યું હતું કે, જા તેઓ યુદ્ધ વિમાન ઓપરેટ કરવા માટે ફિટ દેખાશે તો તેમને સ્કાડ્રોનમાં સામેલ કરવામાં આવશે. જા ફિટ નહીં રહે તો ફરીવાર ફિટનેસ મેળવવા ઉપર ધ્યાન અપાશે.
ધનોવાએ એમ પણ કહ્યું હતું કે, તમામ મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આઈએએફ માટે મેડિકલ ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. વિદેશી દેશમાં અને ખાસ કરીને જ્યારે Âસ્થતિ તંગ રહે છે ત્યારે કોઇ દેશમાં પહોંચી ગયા બાદ તમામ બોડી ચેકઅપ કરવામાં આવે છે.

Download Our B K News Today App


Related News

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 2403

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1936