ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ના મોત

  • Published By : bknews
  • Published Date : 2019-03-17 10:11:36
  • Views : 764
  • Modified Date : 2019-03-17 10:11:36(સં. સ.સેવા)        અમદાવાદ
ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા અને ૪૬ નવા કેસ આજે એક જ દિવસમાં સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની
સંખ્યામાં સતત વધારો થયો છે. બીજ બાજુ એકલા અમદાવાદમાં આજે સ્વાઈન ફ્લુના આઠ નવા કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા હજુ પણ ૪૨૧ જેટલી નોંધાયેલી છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની
સંખ્યા ૪૨૧૪ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૫ ઉપર પહોંચી ગઈ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી કુલ દર્દઓમાંથી ૩૬૧૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમને હોÂસ્પટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ૪૨૧ લોકો રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં હજુ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જે પૈકી મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધારે નોંધાયો છે. રાજ્યમાં શુક્રવારના દિવસે સ્વાઈન ફ્લુના ૫૩ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૧૨ કેસ નોંધાયા હતા. આનો મતલબ એ થયો કે છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૨૦ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર રહ્યો છે.  
રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોÂસ્પટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં
ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૪૨૧૪થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૩૬૧૭ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૪૨૧ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.  આજના
આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૨૦૦ ઉપર પહોંચી હતી. સૌથી વધારે દર્દીઓ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે.  સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજા માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જાવા મળ્યો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.  
સ્વાઈન ફ્લુનો આતંક...


સ્વાઈન ફ્લુના કુલ કેસ    ૪૨૧૪થી વધુ
સ્વાઈન ફ્લુથી મોત    ૧૨૫થી વધુ
સારવાર હેઠળ લોકો    ૪૨૧થી વધુ
સ્વસ્થ થયેલા લોકો    ૩૬૧૭થી વધુ
૨૪ કલાકમાં મોત    ૦૩

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2039

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 2028