સોનાક્ષી ઉત્સાહમાં

  • Published By : bknews
  • Published Date : 2019-03-01 12:35:07
  • Views : 1880
  • Modified Date : 2019-03-01 12:35:07

નવા વર્ષનો બીજો મહિનો શરૂ થઇ ગયો છે ત્યારે મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘કલંક’નું શૂટિંંગ હાલમાં જ પૂરું થયું હોવાના અહેવાલ આવ્યા છે. આ ફિલ્મની એક અભિનેત્રી સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તે આ ફિલ્મનો હિસ્સો બનીને ખૂબ જ ગર્વ અનુભવે છે. હાલમાં જ ટ્‌વીટ કરતાં તેણે જણાવ્યુ હતું કે, નવા વર્ષની શરૂઆત છે અને એક નવી ફિલ્મ ‘કલંક’નું હાલમાં જ શૂટિંગ પૂરું કર્યુ. આ ફિલ્મનો એક ભાગ બનવા પર મને ગર્વ છે. દર્શકોને આ ફિલ્મ દેખાડવા માટે હું ખૂબ જ ઉત્સુક છું.

અભિષેક વર્મન દિગ્દર્શિત આ ફિલ્મ ૧૯ એપ્રિલે રજૂ થશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા ઉપરાંત આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, સંજય દત્ત અને આદિત્ય રાય કપૂર જેવા કલાકારો વિવિધ ભૂમિકાઓ ભજવતા નજરે પડશે. આ ફિલ્મ કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતા દ્વારા નિર્માણ પામી છે. આ ફિલ્મમાં અમેરિકાની ફાક્સ સ્ટાર સ્ટુડિયોઝ પણ સહનિર્માતા તરીકે છે.

થોડા દિવસો અગાઉ ભોપાલમાં કલંકના શૂટિંગમાં સોનાક્ષીએ પણ ભાગ લીધો હતો. તે વખતે ઠંડીમાં ધ્રૂજતી આલિયાનો ફોટો પણ તેણે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. કલંકનું શૂટિંગ પૂરું થયા પછી હવે સોનાક્ષી દબંગ-થ્રીનું શૂટિંગ શરૂ કરશે. સલમાનખાન અભિનીત અને અરબાઝ ખાન નિર્મિત આ ફિલ્મની પટકથા લખવાનું કામ હાલમાં જ પૂરું થયું છે. હવે તેનું શૂટિંગ ક્યાં કરવું તેનો આખરી નિર્ણય ટૂંક સમયમાં લેવાઇ જશે. આ દરમ્યાન સલમાન ખાન જેમાં વ્યસ્ત છે એ ભારત ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઇ જશે. સોનાક્ષી તો કહે છે કે દબંગ ફિલ્મથી મારી કારકિર્દીની શરૂઆત થઇ હતી, ત્યાર બાદ દબંગ-ટુ આવી અને હવે લાંબા ગાળા બાદ દબંગ-થ્રી આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ રહ્યું છે ત્યારે મને તો એવું જ લાગે છે કે હું જાણે મારા જ ઘરે પાછી ફરી રહી છું.

જોકે, આ ફિલ્મ કાલ્પનિક છે કે કોઇ નોઇડા સ્થિત પોલીસ ઇન્સ્પેક્ટરના જીવન પર આધારિત છે તેને લગતી અનેક અફવાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. ફિલ્મના નિર્માતા અરબાઝ ખાને પણ આ ફિલ્મ વિશેની અનેક સાચી ખોટી વાતો સોશિયલ મીડિયા પર આવતા કહ્યું હતું કે ,

‘હું દબંગ-૩ વિશે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણું બધું વાંચી રહ્યો છું. કેટલાંક કહે છે કે મારી આ ફિલ્મ રીમેક છે, તો વળી કેટલાંક કહે છે કે ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. કેટલાંક વળી એવું પણ કહે છે કે આ ફિલ્મ નોઇડાના એક પોલીસ ઇન્સપેક્ટરના કાર્યો પર આધારિત છે, પણ હું તો આ ફિલ્મની ગોપનીયતા છેલ્લી ઘડી સુધી જાળવી રાખવા માગું છું. 

Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1472

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 1880