શાહિદ કપૂર પણ બાયોપિક ફિલ્મને લઇને વ્યસ્ત થયો

  • Published By : bknews
  • Published Date : 2019-03-15 12:12:49
  • Views : 1154
  • Modified Date : 2019-03-15 12:15:20


છેલ્લાં કેટલાંક સમયથી બોલિવુડમાં ખેલાડીઓની લાઇફ પર બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર જારી છે. કેટલીક ફિલ્મોને સફળતા પણ મળી રહી છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીના લાઇફ પર બનેલી ફિલ્મ અને
મેરીકોમની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. હવે બોક્સિંગ સ્ટાર ડિન્કોની લાઇફ પર ફિલ્મ નિર્માણ થનાર છે. આ રોલને પરદા પર શાહિદ કપૂર અદા કરનાર છે. પૂર્વ બોક્સર ડિન્કોસિંહે એસિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ ફિલ્મનુ નિર્દેશન એરલિફ્ટ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણ મેનન કરવા જઇ રહ્યા છે. આફિલ્મનુ શુટિંગ એપ્રિલ ૨૦૧૯માં હાથ ધરવામાં આવનાર છે. મણિપુરના નિવાસી ડિન્કો સિંહે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. વર્ષ ૨૦૧૩માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોડેથી ડિન્કો યુવા બોક્સરોને કોચિંગ આપવા લાગી ગયા હતા. વર્ષ ૨૦૧૭માં ડિન્કો સિંહને કેન્સર થઇ ગયુ હતુ. તેમને પોતાની સારવાર માટે ફંડ એકત્રિત કરવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો. શાહિદે આ ફિલ્મના સંબંધમાં વાત કરતા કહ્યુ છે કે આ એવા સ્ટારની પટકથા છે જેના અંગે અમે વધારે માહિતી ધરાવતા નથી.ે દંગલ જેવી ફિલ્મ બનાવવામાં ન આવી હોત તો ફોગાટ બહેનો અંગે અમને માહિતી મળ ન હોત. ડિન્કોને કેન્સર બિમારી થઇ ગઇ હતી. ૧૩ રાઉન્ડની કેમિયોથેરાપી કરવામાં આવી હતી. તે માત્ર ૧૯ વર્ષની વયમાં ગોલ્ડ મેડલ જીતી લેવામાં સફળ રહ્યો હતો. વર્ષ ૨૦૧૭માં જ્યારે બિમારી અંગે માહિતી મળી ત્યારે ગૌતમ ગંભીરે સારવાર માટે આર્થિક સહાય કરી હતી. ત્યારબાદ ૧૩ તબીબો પણ સહાયમાં આગળ આવ્યા હતા.


Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1472

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 1879