સરસ્વતી તાલુકામાં કમ્પ્યુટર સાહસિકો દ્વારા સેવા કેન્દ્રો બંધ રાખી વિરોધ

  • Published By : bknews
  • Published Date : 2019-03-04 14:04:13
  • Views : 666
  • Modified Date : 2019-03-05 09:39:36

કમ્પ્યુટર સાહસિકોની રાજય વ્યાપી હડતાળ શરૂ થતાં ગ્રામપંચાયતોમાં જન સેવા કેન્દ્રો ઉપર માઠી અસર પડી રહી છે. પાટણ જિલ્લા સહિત સરસ્વતી તાલુકાના કમ્પ્યુટર સાહસિકો હડતાળમાં જોડાતા ગ્રામપંચાયત કચેરીઓ બંધ જોવા મળી હતી.

કમ્પ્યુટર સાહસિકોના જણાવ્યા મુજબ માસિક વેતનને બદલે પબ્લિક કમિશનથી અમને પોસાતું નથી. અમારી માંગ માસિક વેતનની સાથે પાંચ દિવસની હડતાલનું એલાન અપાયું છે. અમારી માંગ સરકાર પુરી નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું.કમ્પ્યુટર સાહસિકોની હડતાળ પગલે સરસ્વતી તાલુકાની ગ્રામપંચાયતમાં સેવા કેન્દ્ર બંધ થતાં ઉતારા, લાઇટબીલ જેવા જરૂરી દાખલાઓ જેવા કામો અટવાયા છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2059