ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ૩૯૦૦૦થી નીચે જ બંધ રહ્યો

  • Published By : bknews
  • Published Date : 2019-04-01 18:49:55
  • Views : 538
  • Modified Date : 2019-04-02 00:59:01


શેરબજારમાં આજે સેંસેક્સ એક વખતે ૩૯૦૦૦ની સપાટીને કુદાવી દીધા બાદ અંતે સેંસેક્સમાં તેજી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૮ પોઇન્ટ ઉછળીને ૩૮૮૭૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૧૯૮ પોઇન્ટનો અથવા તો ૦.૪૨ ટકાનો સુધારો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (આરઆઈએલ), ઇન્ફોસીસ અને ટીસીએસ જેવા શેરમાં તેજી રહી હતી જેથી ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાયો હતો. એચડીએફસી, એÂક્સસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એચડીએફસી બેંક સહિતના શેરોમાં પ્રોફિટ બુકિંગની Âસ્થતિ જાવા મળી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૪૫ પોઇન્ટ ઉછળીને ૧૧૬૬૯ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉતારચઢાવની Âસ્થતિ જાવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૫૩૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૩૭ નોંધાઈ હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આજે ૧૭૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૦૨૫૧ નોંધાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઉલ્લેખનીયરીતે તેજી જાવા મળી રહી છે. આરઆઈએલ કંપની હવે પ્રથમ ભારતીય લિસ્ટેડ કંપની બનવા જઈ રહી છે જે ૯૦૦૦૦૦ કરોડના આંકડાને પાર કરી શકે છે. આજે આ શેરમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. તાતા મોટર્સના શેરમાં સાત ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇÂક્વટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે.  મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા ક્રમશ મંગળવાર અને ગુરુવારના દિવસે જારી કરવામાં આવશે. માર્કેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૧૪ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો.
હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇÂક્વટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇÂક્વટી માર્કેટમાં ઠાલવી દીધા છે. સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓના આંકડા પહેલી એપ્રિલના દિવસથી જારી કરવામાં આવી રહ્યા છે.છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં સુધારો રહ્યો હતો અને સેંસેક્સમાં ૫૦૮ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો.છેલ્લા બે મહિનામાં જારદાર લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી મૂડીરોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. શેરબજારમાં તેની રહેવાના કારણે કારોબારી રોકાણના મુડમાં આવી ગયા છે.

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1416