મિઝોરમમાં વરસાદ બન્યો આફત: પથ્થરની ખાણ ધસી પડતા 10 લોકોના મોત, રેસ્ક્યૂ શરૂ

  • Published By : bknews
  • Published Date : 2024-05-28 11:59:09
  • Views : 92
  • Modified Date : 2024-05-28 11:59:09

મિઝોરમમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. રાજ્યમાં રેમલ ચક્રવાતની અસરને કારણે સતત વરસાદને કારણે લેન્ડસ્લાઇડ થયું હતું જેમાં 10 લોકોના મોત થયા છે.

મિઝોરમમાં રેમલ ચક્રવાતની અસરને કારણે સતત વરસાદ ચાલુ છે, એવામાં રાજધાની આઈઝોલમાં મંગળવારે સવારે ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ તૂટી પડતાં કાટમાળ નીચે દટાઈ જતાં 10 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના સવારે 6 વાગે થઈ હતી. દુર્ઘટના બાદ ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે અને પોલીસનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો  ચાલુ છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મિઝોરમમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે NDRFની ટીમને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના ભાગોથી કપાઈ ગયો છે.

વરસાદના કારણે રાજ્યની ઘણી શાળાઓ  બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ તેમ છતાં ખાણમાં કામ ચાલી રહ્યું હતું. જણાવી દઈએ કે નવેમ્બર, 2022માં હનહથિયાલ જિલ્લામાં અને ડિસેમ્બર, 2023માં મામિત જિલ્લામાં પથ્થરની ખાણોમાં ધરાશાયી થવાને કારણે ઘણા મજૂરોના મોત થયા હતા. તીવ્ર ચક્રવાતી તોફાન રેમાલ રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાત રેમાલેને કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા વૃક્ષો તેમજ થાંભલા ઉખડી ગયા. ચક્રવાત આવે તે પહેલા પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન કચેરીએ આગામી થોડા દિવસોમાં આસામ અને  ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

Download Our B K News Today App


Related News