ચૂંટણી માહોલમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મોટી જાહેરાત

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 12:51:54
  • Views : 496
  • Modified Date : 2019-03-26 12:51:54

ચૂંટણી માહોલમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મોટી જાહેરાત

લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદથી દરેક રાજકીય પક્ષો માહોલને પોતપોતાની તરફેણમાં કરવા એક પછી એક વચનો આપી રહ્યા છે. હવે ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ 

Åગાંધીએ દેશમાંથી ગરીબીને દૂર કરવા માટે સંકલ્પ લેતા મોટી જાહેરાત કરી હતી. રાહુલે જાહેરાત કરી હતી કે, જા કોંગ્રેસની સરકાર બનશે તો દેશના  ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પોતાના દાદી ઇÂન્દરા ગાંધીના ગરીબી હટાવો નારાની દિશામાં આગળ વધીને રાહુલે દાવો કર્યો હતો કે, અમે દેશમાંથી ગરીબીને દૂર કરવા માટે ઇચ્છુક છીએ. રાહુલે કહ્યું તું કે, લઘુત્તમ આવકની આ યોજના તબક્કાવારરીતે અમલી કરવામાં આવશે. ગરીબોના બેંક ખાતામાં સીધીરીતે પૈસા ઉમેરવામાં આવશે. કોંગ્રેસની આ યોજનાને મનરેગા પાર્ટ-૨ તરીકે ગણવામાં આવે છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં પ્રજાને ખુબ તકલીફ થઇ છે.

આવી Âસ્થતિમાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે, અમે ગરીબોને ન્યાય આપીશું. આ પ્રકારની લઘુત્તમ આવક યોજના દુનિયામાં કોઇપણ જગ્યાએ નથી. લઘુત્તમ આવક મર્યાદા ૧૨૦૦૦ રૂપિયાની રહેશે અને આટલી રકમ દેશમાં રહેલી છે. યોજનાના સંદર્ભમાં માહિતી આપતા રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ગેરન્ટી આપે છે કે, ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. 

આનાથી દરેક જાતિ, દરેક ધર્મના ગરીબોને ફાયદો થશે. રાહુલે કહ્યું હતું કે, આ સ્કીમ હેઠળ દરેક ગરીબની ઇન્કમ ૧૨૦૦૦ રૂપિયા ગણવામાં આવશે. સ્કીમ હેઠળ જા કોઇની આવક ૧૨૦૦૦ રૂપિયાથી ઓછી છે તો તેને આટલા પૈસા સરકાર દ્વારા આપવામાં આવશે. જેમ કે કોઇની આવક ૬૦૦૦ રૂપિયા છે તો સરકાર તેને બીજા ૬૦૦૦ રૂપિયા આપશે જ્યારે વ્યÂક્ત ૧૨૦૦૦ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચી જશે ત્યારે તે સ્કીમમાંથી બહાર આવી જશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે લોન માફીનું વચન આપ્યું હતું અને અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. હવે દેશના ૨૦ ટકા ગરીબો માટે અમે વચન આપી રહ્યા છે. પહેલા પાયલોટ પ્રોજેક્ટ ચાલશે ત્યારબાદ તેને લાગૂ કરવામાં આવશે.

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1612