દિમાગ માંગે હોલીવૂડ,દિલ માંગે બોલીવૂડ

  • Published By : bknews
  • Published Date : 2019-03-15 12:18:35
  • Views : 1349
  • Modified Date : 2019-03-15 12:20:27


પ્રિયંકા ચોપરા બોલીવૂડની ચોક્કસ દરજ્જા પર બિરાજમાન અભિનેત્રી અચાનક હોલીવૂડમાં પ્રસ્થાપિત થઈ અને બોલીવૂડ-હોલીવૂડ... હોલીવૂડ-બોલીવૂડ..., એમ પોતાની જાતને વિભાજિત કરી રહી છે ત્યારે એને બોલીવૂડની કઈ બાબતની ખોટ સાલે છે? એવો સવાલ જો તમારા મનમાં થતો હોય તો જાણીને નવાઈ પામશો. એ બોલીવૂડના ‘ગાના’ અને ‘નાચના’ને બહુ મિસ કરે છે! એમ તો એ કહે છે કે, "હું અહીં આવીને સિન્ગિંગ અને ડેન્સિંગ તો કરું જ છું. જોકે, એ દરેક ઠેકાણે હું મનોરંજનને મનોરંજન તરીકે જ જોઉં છું. આ વિશે પ્રિયંકાનું કહેવું છે કે, "આખા વિશ્વમાં માધ્યમ-મીડિયમ તો એક છે, ફક્ત કામ કરવાની પદ્ધતિમાં જ ભેદ હોય છે. દાખલા તરીકે હોલીવૂડમાં દરેક જણ સમયસર હાજર થઈ જાય છે અને અહીં જેમ હું મોડા પડવાની બાબતને ખરેખર મિસ કરું છું. આટલું તો હું ખરેખર, ખરેખર અને ખરેખર મિસ કરું છું.
આપણે થોડા ઊંડા ઊતરીને વિગતે પ્રિયંકાની દિલખુલાસ વાત જાણીએ. ગયા વર્ષે જ એ મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’થી નિર્માતા પણ બની છે, જે ફિલ્મને ૬૪મા નેશનલ ફિલ્મ અવાડ્‌ર્ઝમાં ત્રણ પારિતોષિક મળ્યાં હતાં. છેલ્લા છ મહિનાથી પ્રિયંકાના બેઉ હાથ એકદમ ભરેલા છે. જુઓને લગ્નની વ્યસ્તતા હતી, લોકોને જાણે જીવનનું લક્ષ્ય આપવાનું હોય એમ જગતભરમાં
રખડપટ્ટી કરી અને પતિના બૅન્ડ જોનાસ બ્રધર્સના લેટેસ્ટ સિંગલ ગીત ‘સકર’માં દેખા દીધી હતી. આ ગીત ઈન્ટરનેટ પર હિટ થઈ ગયું છે. ઉપરાંત રિબેલ વિલસન, લિયામ હેમ્સવર્થ અને એડેમ ડિવાઈન સાથેની પ્રિયંકાની હોલીવૂડની નવી ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક’ ચર્ચામાં છે. એણે ફિલ્મોની સ્ત્રીઓની અને ટ્રોલિંગને અવગણવા વિશે વાત કરી હતી.
‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક’ ફિલ્મને હા પાડવા માટે શું કારણ હતું?
એના જવાબમાં પ્રિયંકા કહે છે કે, આ ખરેખર એક ફની સ્ક્રીપ્ટ છે. હું એને પડતી મૂકી જ ન શકી. હું રોમેન્ટિક કામેડીની બહુ મોટી ચાહક છું, પણ હું આજના સમયની મોડર્ન અને ઈન્ટેલિજન્ટ છોકરી પણ છું એથી હું એટલું જરૂર જાણું છું કે આ એકદમ રૂઢ થયેલું વિધાન છે, મને એ તથ્ય ગમે છે કે એ મજાક કરતું રોમેન્ટિક અંતમાં પરિણમતું નથી અને તમામ એકધારી રૂઢિગત બાબતો અને શબ્દાલંકારોને ફટકાવે છે. એ સાતે જ એ રોમેન્ટિક-કામેડી છે, જે મારા મતે કરવા માટેનું ઉત્તમ કામ છે. હું ‘ક્વોન્ટિકો’ની પહેલી અને બીજી સીઝનના શૂટિંગમાં હતી અને એ લોકો બરાબર એ જ સમયગાળામાં આનું શુટિંગ કરતા હતા. રિબેલ (વિલસન) પ્રોજેક્ટની નિર્માતા છે એ વિચાર જ મને ગમી ગયો હતો. ૧૫-૨૦ વર્ષ સફળ અભિનેત્રી રહ્યા બાદ એ પોતાની મુખ્ય ભૂમિકા માટે હવે નિર્માણ કરે છે. હું એને માટે સફળતાનું એકમ બનવા માગતી હતી.
તું ફિલ્મમાં ઈસાબેલા નામની એક ‘યોગ ઍમ્બેસેડર’ની ભૂમિકા કરે છે.
પ્રિયંકા જવાબમાં કહે છે કે, યોગ ઍમ્બેસેડર જેવું કશું હોતું નથી, પણ એ સમગ્ર બાબત માટે મોઘમમાં કરાયેલી વક્રોક્તિ છે. હું એવી ચિક્કાર પૈસાવાળી બદમિજાજી છોકરી છું જેને જે જોઈએ તે મળે છે. એક વિષયવસ્તુ તરીકે મને એ વિચાર ગમી ગયો કે ઈસાબેલા એ એક ભારતીય મહિલા છે અને ફિલ્મમાં તે સૌંદર્યનું ધોરણ નક્કી કરે છે, જે હોલીવૂડની ફિલ્મમાં અને અમેરિકન મનોરંજન જગતમાં નવી બાબત છે. ફિલ્મ ઘણે સ્તરે આધુનિક (મોડર્ન) અને પ્રગતિશીલ (પ્રોગ્રેસિવ) છે. એ સ્વપ્રેમ કે આત્મપ્રેમની વાત કરે છે, જે ફિલ્મનો મુખ્ય વિષય અને કથા છે. આ માત્ર મહિલાઓ માટે જ નહીં પણ દરેક જણ માટે મહ¥વનો પાઠ છે.
તને એવું લાગે છે કે આવી આ ‘પ્રગતિશીલતા’ અને ‘આધુનિકતા’નો રંગ ઘરઆંગણે-વતનમાં પણ અનુરૂપ કે સુસંગત બનશે? ભારતમાં આપણે હજીયે એ જ જૂની ને જાણીતી કથાવસ્તુમાં રાચીએ છીએ અને આપણી મોટાભાગની હીરોઈનો હજી સુંદરતાના પરંપરાગત ધોરણને પુષ્ટિ આપે છે ત્યારે આ ગળે ઊતરશે ?
મને લાગે છે કે, દરેક સંસ્કૃતિ અને પ્રત્યેક સમાજ વેગળા છે. આથી અમેરિકન ફિલ્મો અને ટીવી આજે ક્યાં છે અને ભારતીય ફિલ્મો અને ટેલિવિઝન ક્યાં છે એવી સરખામણી કે તુલના કરવાની વાત જ અયોગ્ય છે. અમે બનાવીએ છીએ એ ફિલ્મોથી ભારત પ્રગતિશીલ છે. જુઓને, કેટકેટલી મહિલા કેન્દ્રિત ફિલ્મોએ બાક્સ-આૅફિસ
પર વ્યાવસાયિક રીતે કેટલી ઉત્તમ કામગીરી બજાવી છે. આજે અમે ભારતમાં જે પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ એમાં કેટલી બધી સ્ત્રી અભિનેત્રીઓ પોતાના બળે ખડી રહી છે! મને લાગે છે કે, ભારત જ્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા આવે છે ત્યારે તે અતિશય પ્રગતિશીલ વળાંક પર છે. મને લાગે છે કે અમારે જ્યાં પહોંચવાની જરૂર છે એ એવા પાત્રો છે જે આ વળાંકથી આગળ છે અને હવે એ જ નવું સામાન્ય ધોરણ બનવા જોઈએ.
તારા પોતાના પ્રોડકશન હાઉસ દ્વારા ચૂંટી કાઢવામાં આવેલા વિષયો એ રસપ્રદ ફિલ્મોની પસંદગી જેવું લાગે છે. ‘ફાયરબ્રાન્ડ’ અને ‘પાણી’ (મરાઠી)માં, ભોગ ખિરિકી (અસામી) અને પહુના (નેપાળી) જેવી ફિલ્મોથી લાગે છે કે પ્રાદેશિક ફિલ્મો પર જોર છે!
હું ખાસ્સી સ્વયંસ્ફૂર્ત છું એટલે જ ક્યારેક હું
આભાર - નિહારીકા રવિયા  સાચી હોઉં છું તો ક્યારેક ખોટી. મને જોવી ગમે એવી ફિલ્મો હું પસંદ કરું છું. મને ખબર છે કે આ ફિલ્મો
વાર્તાલાપ કે વાતચીત, સંભાષણ શરૂ કરાવશે. ‘વેન્ટિલેટર’ ફિલ્મે એ જ કર્યું હતું અને ‘ફાયરબ્રાન્ડ’ એ જ લક્ષ્ય ધરાવે છે. હું આ કથાઓ સર્જવા માગું છું અને જેમને પ્રાદેશિક સિનેમામાં પોતાના વિચારો રજૂ કરવા માટે અથવા તેઓ જે સર્જન કરે છે અથવા જેમને હાથ પકડીને આગળ પાઠવનાર કોઈ નથી હોતું એવા લેખકો, દિગ્દર્શકો અને અન્ય કૌશલ્યશાળી લોકોને તક આપવા માગું છું. બંધિયારપણાને ફગાવી દેવા માગનારી બાબતોને હું ઉજાગર કરવા માગું છું, મને લાગે છે કે મનોરંજનમાં પૂરતા લોકો એમ કરતા નથી, જે બદલાવું જોઇએ એમ મને લાગે છે.
લગભગ ૩.૬૪ કરોડ ફાલોઅર ધરાવતો તારો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તારા ચાહકો માટે તારા અને તારા જીવન સાથે સીધી લિન્ક બની રહે છે, પણ તુંય ટ્રોલ તો થાય જ છે. એનાથી તને તકલીફ થાય છે?
મેં કદાપિ એ વિશે વાત કરી નથી ટ્રોલ્સ એ ટ્રોલ્સ છે. મને લાગે છે કે, મીડિયા એને કઈંક વધારે મહ¥વ આપે છે. બીજા લોકોના મત સમાચારને લાયક ક્યારથી બની ગયા એની મને ખબર નથી. મને એ ઝાઝા મહ¥વના નથી લાગતા.

Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1472

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 1879