હંમેશા નવા અભિગમ સાથે આવતી 'પોલિટિકલ ડ્રામા' ફિલ્મો ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવે છે !

  • Published By : bknews
  • Published Date : 2019-03-22 11:38:57
  • Views : 1465
  • Modified Date : 2019-03-22 11:38:57


ભારતમાં હવે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ૨૩મેએ પરિણામ સાથે નવા સાંસદો સાથે વડાપ્રધાનની પસંદગી સાથે લોકસભાની ચૂંટણીનો સમય પૂર્ણ થશે, તે દરમિયાન એક નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળશે! વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સૌથી મોંઘી અને ખર્ચાળ બનવા જઈ રહી છે. એ જ વાતમાં આજની ફિલ્મો પણ ખુબ ખર્ચાળ અને આકર્ષક બની રહી છે. જેમાં રાજકીય ઈરાદાથી બનાવેલ ફિલ્મો બાયોપિક હોય તો પણ તે ફિલ્મોને
‘પોલિટિકલ ડ્રામા' તો કહેવી જ પડશે!
(સરબજીત -૨૦૧૬) આ વાતમાં આજે સૌથી વધુ ચર્ચા વિવેક ઓબેરોય અભિનીત ‘પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મની છે. જે ફિલ્મ એક બાજુથી બાયોપિક છે તો સિક્કાની બીજી બાજુએથી તે ફિલ્મ ‘પોલિટિકલ ડ્રામા' જ છે! આ જ રીત - રસમ શિવસેનાએ પણ અપનાવી અને ‘ઠાકરે' ફિલ્મ લોકસભા-૨૦૧૯ની ચૂંટણી પહેલા રજૂ કરી!
વર્ષ ૨૦૧૯ની શરૂઆત ‘ઠાકરે' અને
‘ધ એક્સિડેન્ટલ પ્રાયમીનીસ્ટર' જેવી ‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મોથી થઇ છે, પણ રાજકિય વિષય પરની જો કોઈ સૌથી મોટી-સફળ ફિલ્મ હોય તો તે અનિલ કપૂરની ‘નાયક' ફિલ્મ છે! એક દિવસના મુખ્યમંત્રી શું ફેરફાર લાવી શકે એ વાતમાં જયારે કોઈને પાંચ
વર્ષ -૧૮૨૬ દિવસ માટે ‘રાજકીય' હોદ્દો અને સત્તા મળે ત્યારે કેવા ફેરફાર લાવી શકાય એ વાત માટે પણ આ ‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મો સીધી ટકોર કરે છે, અને તેનું સૌથી મોટું ઉદાહરણ ‘ટોયલેટ - એક પ્રેમ કથા' ફિલ્મ છે! આઝાદીના ૭૧ વર્ષ પછી પણ આજની સ્થિતિમાં ભારત દેશ ક્યા ઉભો છે એ વાતમાં ફિલ્મો સચ્ચાઈની ખુબ નજીક છે. લેટેસ્ટ ફિલ્મોની વાતમાં વર્ષ ૨૦૧૭માં આવેલી રાજકુમાર રાવને લીડ રોલમાં ચમકાવતી ‘ન્યુટન' ફિલ્મમાં એક સંવેદનશીલ વિસ્તારમાં થતા ઈલેક્શન પર ફોકસ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ફરજનિષ્ઠ ચૂંટણી અધિકારી અને
સીઆરપીએફના જવાન વચ્ચે સૈદ્ધાંતિક મતભેદને કેન્દ્રમાં રાખીને લોકશાહીના ફાયદા-ગેરફાયદા સમજવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષના ઉમેદવારથી લઈને પોલિંગ બુથ અને એક્ઝિટ પોલ જેવી વિવિધ બાબતો પણ આ ફિલ્મમાં અદભુત રીતે દર્શાવાઈ છે.
‘પોલિટિકલ ડ્રામા' અનેક પડકાર ઝીલી લે છે અને લોકહિતના કામ કરવાને પ્રાધાન્ય આપીને જનતાની શાબાશી મેળવે છે. સુખદ અંત ધરાવતી આ
‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મો હંમેશા એક નવો અભિગમ લઈને આવે છે અને તે ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવે છે! તે 'પોલિટિકલ ડ્રામા' ફિલ્મોની યાદીમાં તો હંમેશા ‘આંધી' ફિલ્મ જ ટોચ પર રાખવામાં આવે છે.
એ વાત ૧૯૭૫માં રજૂ થઇ હતી, ને તે
પછીના ચાર દશકાઓમાં તો અનેક ‘પોલિટિકલ ડ્રામા' રજૂ થયા અને તે ‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મના હીરો
પણ આજે તો સમાજ જીવનમાં ‘નાયક' અને
‘રાજકારણી' બની ગયા છે! છતાં ‘આંધી' ફિલ્મ ઈંદિરા ગાંધીના જીવન પરની ફિલ્મ છે, તે ફિલ્મની રજુઆત અટકાવાઈ હતી એ વાત વારંવાર કરવામાં આવે છે. પણ એ પ્રકારનો વિવાદ આજે કોઈ નવાઈ રહી નથી! આજે તો ફિલ્મો ચર્ચામાં રાખવા ‘રાજકીય ' વિવાદ કરવામાં આવે છે! પણ જો કોઈ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ લાગ્યો હોય તો તે ‘કિસ્સા કુર્સી કા' (૧૯૭૮) ફિલ્મ છે! આ પણ ઈંદિરા ગાંધી સાથે જોડાયેલ ફિલ્મ હતી અને સંવાદ અને વાર્તા રાજકીય રીતે અત્યંત વિવાદાસ્પદ હોઈ એ જમાનામાં જ તે ફિલ્મને બાન કરવામાં આવી હતી! બાકી કોઈપણ વિષય સાથે બનેલી ફિલ્મને ભારતમાં કદી પ્રતિબંધીત કરવામાં આવતી નથી! ક્યારેક કોઈ ફિલ્મ જે-તે સમાજ કે સંગઠનની પ્રતિષ્ઠાને અસર કરતી હોય તો તેનો વિરોધ જરૃર થાય છે! એ ફિલ્મને જે-તે રાજ્યમાં રજૂ થતી અટકાવવામાં આવે છે પણ અંતે સમય સાથે વિવાદ શાંત થયા બાદ અથવા સત્તા પરિવર્તન બાદ ફિલ્મોને રજૂ કરવામાં આવે છે. પણ જે ફિલ્મને 'પોલિટિકલ ડ્રામા' હોવાનો ટેગ લાગે એટલે ફિલ્મ ફ્‌લોપ જ થઇ જાય છે!
આજના સમયમાં ‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મોને માત્ર એક જ ઘટના સાથે બનાવવા ઉપરાંત એક ચોક્કસ રાજકીય પક્ષની તરફેણમાં જ બનાવવામાં આવે છે ત્યારે આ ફિલ્મોને પ્રેક્ષકો મળવાની શક્યતા ખુબ ઘટી જાય છે! અગાઉના કિસ્સાઓમાં ‘પોલિટિકલ ડ્રામા' એટલે હીરો પોતે જ રાજકારણીના રોલમાં હોય છતાં તેનું વ્યક્તિત્વ આદર્શ અને સ્વચ્છ હોય! આ વાતમાં બોલીવુડના પ્રથમ સુપર સ્ટાર દિલીપકુમારે ‘લીડર' (૧૯૬૪) ફિલ્મમાં યાદગાર ભૂમિકા ભજવી હતી! તે પછીના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ‘આજ કે એમએલએ' (૧૯૮૪) ફિલ્મ કરી તો ૧૯૮૪માં જ અમિતાભની ‘ઇન્કલાબ' ફિલ્મ આવી. એ જ
સુપરસ્ટાર કલાકારની કેટેગરીમાં અમિતાભ બચ્ચને ૧૯૮૯માં ‘મેં આઝાદ હું' ફિલ્મ કરી! અમિતાભને
રાજકીય ફિલ્મો કરવી ગમે છે અને એટલે જ તેમણે ‘સરકાર' સિરીઝની ફિલ્મો ફ્‌લોપ રહેવા છતાં ત્રણ ફિલ્મો કરી! એ રીતે ‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મો કરવામાં આજની સફળ ખાન ત્રિપુટી ખાસ રસ લેતી નથી! શાહરુખ ખાન ક્યારેક ‘રઈસ' જેવી ફિલ્મ કરી લે છે! અક્ષય કુમાર અને અજય દેવગન પણ
આભાર - નિહારીકા રવિયા  પોતાની ઇમેજ સાચવીને ‘પોલિટિકલ ડ્રામા' ફિલ્મોને બદલે દેશભક્તિને કેન્દ્રમાં રાખી યાદગાર ફિલ્મો આપતા રહે છે! અને આ કલાકારો પોતે રાજકીય કારકિર્દી માટે પ્રયત્ન પણ કરતા રહે છે એટલે આ લોકસભાની ચૂંટણીમાં પણ અનેક ફિલ્મ કલાકારો પોતાની
પોલિટિકલ કેરિયર શરૂ કરવા ઉત્સાહિત છે, પણ સૌની નજર આ વખતે શત્રુધ્ન સિંહા પર સૌથી વધારે રહેશે! શત્રુધ્નસિંહા લોકોને ‘ખામોશ' કહેશે કે પોતે
પોલિટિકલી ખામોશ થશે ?!

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1936