પીએનબી કૌભાંડ ઃ નિરવ મોદીની લંડનમાં ધરપકડ

  • Published By : bknews
  • Published Date : 2019-03-22 11:59:00
  • Views : 1735
  • Modified Date : 2019-03-22 11:59:00નવીદિલ્હી
પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડને અંજામ આપનાર હિરા કારોબારી નિરવ મોદી ઉપર
સકંજા વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. લંડનમાં તેની ધરપકડના અહેવાલ વચ્ચે ભારતમાં હવે તેની સંપત્તિ વેચવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. સુત્રોના કહેવા મુજબ મુંબઈ Âસ્થત પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે ઇડીને આ અંગેની મંજુરી આપી દીધી છે. કોર્ટે નિરવના પÂત્ન અમી મોદીની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરી દીધું છે. ઇડી સુત્રોએ કહ્યું છે કે, કોર્ટે પીએનબીમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના આરોપી નિરવ મોદીના ૧૭૩ પોઇન્ટિંગ અને ૧૧ કારને વેચવાને મંજુરી આપી દીધી છે. આ હરાજી મારફતે સંપત્તિને વેચવામાં આવશે. નિરવે પોતાના મામા મેહુલ ચોક્સીની સાથે મળીને કૌભાંડને અંજામ આપ્યો હતો. હજુ સુધી બંનેની ૪૭૬૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. ૪૮ વર્ષીય નિરવ મોદીની સ્થાનિક સમય મુજબ ભારતીય સત્તાળાઓ તરફથી ધરપકડ કરવામાં આવી હતી. ઇડી તરફથી તેન પ્રત્યાર્પણ માટે વિનંતીના જવાબમાં નિરવ મોદી સામે લંડન કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી. મોડેથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ સીબીઆઈ સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે, નિરવ મોદીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો વધુ તીવ્ર કરી દેવામાં આવ્યા છે. બ્રિટને નિરવ મોદી સામે ગયા વર્ષે જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસના જવાબમાં આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. રેડકોર્નર નોટિસ જૂન ૨૦૧૮માં જારી કરવામાં આવી હતી. નિરવ મોદીએ લેટર્સ ઓફ અન્ડરટ્રેકિંગનો ઉપયોગ કરીને પીએનબીમાંથી ૧૩૫૦૦ કરોડ રૂપિયાની
ઉઠાંતરી કરી હતી. થોડાક દિવસ પહેલા જ નિરવ મોદી લંડનમાં નજરે પડ્યા બાદથી તેના ઉપર સકંજા મજબૂત  કરવામાં આવી રહ્યો તો. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં નિરવ મોદી અને ચોક્સી ફરાર થઇ ગયા હતા.

Download Our B K News Today App


Related News

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 2499

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 2028