બિહારની ૩૯ સીટો પર ઉમેદવાર જાહેર ઃ શત્રુÎનને ટિકિટ મળી નહીં

  • Published By : bknews
  • Published Date : 2019-03-24 08:08:44
  • Views : 387
  • Modified Date : 2019-03-24 08:08:44

પટણા બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે આજે ૪૦ સીટો પૈકી ૩૯ સીટો પર તેમના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં ભાજપના બળવાખોર નેતા શત્રુÎન સિંહાને ટિકિટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે શાહનવાઝ હુસૈનની ટિકિટ પણ કપાઇ ગઇ છે. બીજી બાજુ કેન્દ્રિત પ્રધાન ગિરિરાજ સિંહને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખઘડિયા બેઠક પરથી હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી  નથી. જે રામવિલાસ પાસવાનના ખાતામાં હોવાના હેવાલ છે. બીજી બાજુ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને તમામ બાબતો ફાઇનલ થઇ ગઇ હોવા છતાં ખેંચતાણ જારી છે. એમ માનવામાં આવે છે કે એનડીએના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ મહાગઠબંધન ઉમેદવારની યાદી ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે. પટણામાં એનડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તમામની નજર ગિરિરાજ અને શત્રુÎન સિંહાની સીટ પર લાગેલી હતી. ગિરિરાજને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટિકિટ જેમને મળી નથી તેમાં શત્રુÎન સિંહા સામેલ છે. પટણા સાહિબમાંથી સાંસદ તરીકે રહેલા સિન્હાને પાર્ટીની સામે બળવો કરવા બદલ સજા તરીકે ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ આ સીટ પરથી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


બીજી બાજુ કેન્દ્રિય પ્રધાન રામકૃપાલ યાદવને પાટલિપુત્રમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે.તેઓ વર્ષ ૨૦૧૪માં આરજેડી સાથે છેડો ફાડીને ભાજપમાં જાડાયા હતા. બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ ૧૭-૧૭ સીટો પણ ચૂંટણી લડી રહી છે. શત્રુÎન સિંહા અને શાહનવાઝ હુસૈનને ટિકિટ આપવામાં આવી નથી. છેલ્લા ઘણા સમયથી શત્રુÎન દ્વારા ભાજપની વિરુદ્ધમાં વલણ અપનાવવામાં આવ્યું છે જેના પરિણામ સ્વરુપે આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. મુખ્ય ચહેરાઓમાં પૂર્વીય ચંપારણમાંથી ભાજપના કેન્દ્રીયમંત્રી રાધામોહનસિંહ ઉમેદવાર છે. સારનમાંથી રાજીવ પ્રતાપ રુડી મેદાનમાં ઉતરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ ઉજિયારપુરમાંથી મેદાનમાંથી ઉતરી રહ્યા છે. કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબે બક્સર સીટ પર મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપે હજુ સુધી ત્રણ લિસ્ટ જારી કરી છે જેમાં પુરીમાંથી સંબીત પાત્રાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1416