ચોકીદાર છે તેથી જ ચોરો ભાગી રહ્યા છે ઃ જાવડેકર

  • Published By : bknews
  • Published Date : 2019-03-18 13:29:59
  • Views : 495
  • Modified Date : 2019-03-18 13:29:59

રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના પ્રહારો અને ચોકીદાર ચોર હે નારાને હવે ખતમ કરવા માટે ભાજપે વધુ આક્રમક વલણ અપનાવી દીધું છે. ભાજપે પહેલા મેં હું ચોકીદાર નામથી ઝુંબેશ ચલાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સહિત તમામ ભાજપ નેતાઓએ Âટ્‌વટર ઉપર નામ પહેલા ચોકીદાર શબ્દ જાડી દેતા આને લઇને લડાઈ આક્રમક બની રહી છે. હવે પાર્ટીએ કોંગ્રેસ ઉપર અયોગ્ય સંસ્કૃતિને આગળ વધારવાન આક્ષેપ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, ચોકીદાર છે જેથી ચોરોમાં ભાગદોડ મચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સંસ્કૃતિ બીજાઓને ગાળો આપવાની રહી છે. ભાજપ આની ટીકા કરે છે. જાવડેકરે મોદીની સામે ઉપયોગ કરવામાં આવેલા કોંગ્રેસી નેતાના અપશબ્દનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સંસ્કૃતિ ગાળો આપવાની રહેલી છે પરંતુ ગાળોનો જવાબ જનતા ચૂંટણીમાં લોકશાહીરીતે આપવા માટે તૈયાર છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જાવડેકરે કહ્યું હતું કે, ગરીબ અને ઇમાનદાર લોકોની મજાક કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કરવામાં આવે છે પરંતુ પ્રજા આ પ્રકારના અપમાન 

કરનારને ક્યારેય માફ કરતી નથી. કોંગ્રેસની માન્યતા છે કે, તેમના સિવાય દેશમાં અન્ય કોઇ શાસન કરી શકે તેમ નથી. કોંગ્રેસ 

પાર્ટીના લોકો માની રહ્યા હતા કે, તેમના સિવાય અન્ય કોઇ લોકો દેશમાં શાસન કરી શકે તેમ નથી જેથી હવે મોદીના શાસનને લઇને હોબાળો મચાવી રહ્યા છે.

જાવડેકરે કહ્યું હતું કે, છેલ્લી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ચાવાળા તરીકે બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી નક્કરપણે માને છે કે, શાસન કરવાનું કામ તેમનું રહેલું છે. કોંગ્રેસ પાર્ટીએ લોકશાહી વ્યવસ્થાની પ્રતિષ્ઠ ખરડી દીધી છે. કેન્દ્રીયમંત્રીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચોકીદાર છે જેથી ચોર પાર્ટીમાં ભાગદોડ મચેલી છે. દરેક ખોટી ચીજની સામે દેશની રક્ષા 

કરનાર દરેક ભારતીય છે. 

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1613