મુંબઇ ઇÂન્ડયન્સ અને દિલ્હી વચ્ચે પણ જારદાર સ્પર્ધા થશે

  • Published By : bknews
  • Published Date : 2019-03-24 08:16:06
  • Views : 1554
  • Modified Date : 2019-03-24 08:16:06

આઇપીએલ-૧૨માં આવતીકાલે મુંબઇ ઇÂન્ડયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાનાર છે. મેચને લઇને દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં જારદાર ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ ઘરઆંગણે વધારે જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આ ટીમ આવતીકાલની મેચમાં હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ટીમમાં અનેક એવા ખેલાડીઓ છે જેમની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મુંબઇની ટીમ અનેક વખત જારદાર દેખાવ કરી ચુકી છે. કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યુ છે કે તે તમામ મેચોમાં ઓપનિંગ કરનાર છે. આનો અર્થ એ થયો કે હરિફ પર શરૂઆતથી જ દબાણ લાવવામાં આવનાર છે. લીગ તબક્કાની શરૂઆત થયા બાદ હવે કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો આવતીકાલે શરૂ થયા બાદ પાંચમી મે સુધી ચાલનાર છે.ત્યારબાદ  ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. ઇÂન્ડયન પ્રિમિયર લીગને આઇપીએલ તરીકે પણ ગણવામાં આવે છે. બીસીસીઆઇ દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે સ્પર્ધાની શરૂઆત ૨૩મી માર્ચથી થનાર છે. આ વખતે લોકસભા ચૂંટણી પણ થઇ રહી છે જેથી કાર્યક્રમને લઇને પહેલા ભારે દુવિધા હતી. એક વખતે સામાન્ય ચૂંટણી હોવાના કારણે દેશની બહાર પણ આઇપીએલના આયોજનને લઇને વિચારણા કરવામાં આવી હતી.જા કે આખરે ભારતમાં આઇપીએલનુ આયોજન કરવાનો નિર્ણય કરવામા ંઆવતા ચાહકો ખુશ દેખાયા હતા. મુંબઇના વાનખેડે ખાતે રમાનાર મેચને લઇને મોટી
સંખ્યામાં ચાહકો મેચ જાવા માટે પહોંચે તેવી શક્યતા છે. આઈપીએલમાં અનુભવી વિકેટકીપર ધોની અને વિરાટ કોહલી ઉપર તમામની નજર રહેશે. એકબાજુ વિરાટ કોહલીએ ૧૬૩ મેચો રમી છે અને ૪૯૪૮ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ચાર સદી અને ૩૪ અડધી સદી ફટકારી છે. ધોનીએ ૧૭૫ મેચો રમીને ૨૦ અડધી સદી ફટકારી છે.ધોનીએ ૪૦૧૬ રન બનાવ્યા છે. ધોનીએ ચેન્નાઈને ત્રણ વખત ચેÂમ્પયન બનાવવામાં સફળતા મેળવી છે. મુંબઈની ટીમ પણ ત્રણ વખત ચેÂમ્પયન બની છે. ચેન્નાઈ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૨માં ચેÂમ્પયન બની હતી.


Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1741